Center of Spiritual and Cultural Services Anupam Mission, Mogri
– દુર્ગેશ ઉપાધ્યાય
ખેડા જિલ્લામાં આણંદ નજીક આવેલા મોગરી ગામે સેવા-સાંસ્કૃતિક અને અધ્યાતમકનું અનોખું કેન્દ્ર  અનુપમ મિશન આવેલું છે. જેના પ્રણેતા અને સંસ્થાપક શ્રી જસુભાઇ સાહેબ છે.યુવાન વયે જ જસુભાઇ યોગીજી મહારાજના સત્સંગે પોતાનું જીવન સેવા-સત્સંગમાં વિતાવવાનું નક્કી કર્યું અને ભગવાં ધારણ કર્યા વલિના પણ સામાન્ય વેશે સાધુ થઇ, સાધુતા પ્રાપ્ત કરી જીવનને ઉન્નત બનાવવાનો એક નવો ચીલો ચાતર્યો અને અનુપમ મિશન બનાવી સૌ સંસારી સાધકો અને સત્સંગીઓને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું. આજે શ્રી જસભાઇ સાહેબના નેતૃત્વ હેઠળ દેશ-વિદેશમાં સાધકો, સત્સંગીઓ વિવિધ ક્ષેત્રે અમૂલ્ય સેવા કાર્યો કરી રહ્યા છે. ગરીબ અને આશ્રય આપતી અનેક સંસ્થાઓથી આગળ વધીને અનુપમ મિશન શિક્ષણ, જ્ઞાન અને મુખ્યત્વે માનવીના ચારિત્ર્ય ઘડતરમાં મિશન હિન્દુ સંસ્કૃતિનું શ્રેષ્ઠ પ્રવૃત્તિ કેન્દ્ર પણ છે.
મોગરી ખાતે આ સ્થળે નવનિર્મિત મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની પ્રતિમાઓ સ્થાપિત કરાઇ છે. વિશાળ જગ્યામાં વિસ્તરેલું અધ્યાત્મ સંકુલ, ભોજનશાળા વિગેરે સુવિધા ધરાવે છે. ઉપરાંત હૃદયકુંજ નામક મઢુલીમાં શ્રી હરિ અભિષેક મંડપ આવેલો છે. જ્યાં શ્રી હરિની પ્રતિમાને અભિષેક કરાય છે. તેની બાજુમાં આવેલ આમ્રવૃક્ષ નીચે ગોપાળાનંદ સ્વામીએ શ્રી હરિની સેવ્ય પ્રતિમાનો અભિષેક કર્યો હતો. તેથી આ સ્થળે શ્રી હરિની મૂર્તિ પધરાવી અભિષેક કરાય છે. સુંદર પ્રાકૃતિક વાતાવરણ ધરાવતું આ સંકુલ અધ્યાત્મ ચિંતન માટે યોગ્ય છે.
અનુપમ મિશનનાં અન્ય કેન્દ્રો પણ વિશ્વભરમાં ફેલાયેલાં છે. જેમાં યુએસએ અને યપકે તેમજ કેનેડાનાં કેન્દ્રો મુખ્ય છે.
વિદેશોમાં ગુજરાતી ભાષાના જતન માટે વર્ગો ચલાવતા આ કેન્દ્રોની નોંધ લેવી જરૂરી છે. યુકેમાં ફાજલ પજેલાં વસ્ત્રો ભારત આવે અને એનું જરૂરતમંદોને વિતરણ કરાય છે. ઉપરાંત યોગ શિબિરો, જ્ઞાન શિબિરો, પુસ્તક બેન્ક, ટોય લાયબ્રેરી, પયવિતરણ જાળવણી, આપત્કાલીન રાહત, પશુ નિભાવ છાવણીઓ વિગેરે સેવા પ્રવૃત્તિઓ પણ ચાલે છે.

આ ઉપરાંત યોગીજી મહારાજ મહાવિદ્યાલય દ્વારા સ્ત્રી કેળવણીને પૂરી પાડે છે. માનસિક રીતે નબળા બાળકો માટે પણ રોજગાર લક્ષી તાલીમ આપવામાં આવે છે. આમ આ સંસંથા ગુરુવર્ય જસભાઇ સાહેબી પ્રેરણાથી વિકસી દેશ-વિદેશ સુધી પાંગરી છે.

LEAVE A REPLY