ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થયા તેની ઉજવણીના કાર્યક્રમનું આયોજન નવનાત સેન્ટર, હેઇઝ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સંસ્થાના કલાકારોએ ભાગ લઇને આસામના મનમોહક બિહુ નૃત્યથી લઇને રાજપૂતાના તલવારબાજી, ગરબા, રાજસ્થાનના ધુમર નૃત્ય સહિત વિવિધ સાસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે પરંપરાગત ભારતીય રમત ખો ખો પણ રમાઇ હતી. વિવિધ ભારતીય સંસ્થાઓએ ભારતીય સંસ્કૃતિ અને ભોજન પ્રદર્શિત – વિતરણ કરતા સ્ટોલ ઉભા કર્યા હતા. કાર્યક્રરી હાઇ કમિશ્નર સુજીત ધોષે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા અને ખાણીપીણીનો આનંદ મેળવ્યો હતો.