ભારતે કોરોના મહામારી સામે વેક્સિનના 1 બિલિયન્સ ડોઝના આંકને પાર કર્યા બાદ ઠેર ઠેર ઉજવણી થઈ હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીની હોસ્પિટલમાં જઈને દેશને અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાને આ સિદ્ધિને ભારતના વિજ્ઞાન, એન્ટરપ્રાઇઝ અને 130 કરોડ ભારતીય સામુહિક ભાવનાનો વિજય ગણાવ્યો હતો.
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે દેશનો સૌથી વિશાળ ખાદીનો તિરંગો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તેનું વજન આશરે 1,400 કિગ્રા જેટલું હતું. 225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો આ તિરંગો 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના અવસર પર લેહ ખાતે દર્શાવવામાં આવ્યો હતો. આ તિરંગો ભારતમાં નિર્મિત અત્યાર સુધીનો સૌથી વિશાળ અને હાથ વણાટની સુતરાઉ ખાદીનો છે. આ ઉપરાંત સરકારની યોજના હવાઈ જહાજ, જહાજો, મહાનગરો અને રેલવે સ્ટેશનો પર વેક્સિનેશન ઈતિહાસ અંગેની સાર્વજનિક જાહેરાત કરી હતી.
આર્કેલોજિક સર્વે ઓફ ઇન્ડિયાએ 100 હેરિટેજ ઇમારતોને ભારતીય ત્રિરંગાની રોશન કરવાની જાહેરાત કરી હતી. રેડ, ફોર્ટ, કુતુબ મિનાર, હુમાયુની કબર, તુઘલાબાદ ફોર્ટ. પુરાણા કિલ્લા, ફતેહપુર સિક્રી, રામાપ્પ મંદિર, હમ્પી, ધોળાવીરા (ગુજરાત), પ્રાચીન લેહ પેલેસ, ખજુરાહો મંદિર, હૈદરાબાદમાં ગોલકોન્ડા ફોર્ડ સહિતની ઐતિહાસિક ઇમારતોમાં રોશની કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ દેશને અભિનંદન આપ્યા હતા. આરોગ્ય પ્રધાન ‘ટીકે સે બચા હૈ દેશ’ ગીત લોન્ચ કર્યું હતું. પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગાયર કૈલાશ ખેરે આ ગીત ગાયું છે. આ ઉપરાંત હોસ્પિટલ્સ અને વેક્સિનેશન સેન્ટર પર વિવિધ કાર્યક્રમોમાં મારફત ઉજવણી કરાઈ હતી.