સુખ અને સમૃદ્ધિના પ્રતિક સમાન ધનતેરસના તહેવાર શુક્રવાર, 10 નવેમ્બરે ઉમંગભેર ઊજવણી કરાઈ હતી. ધનતેરસ, સિદ્ધિ વિનાયક ગણેશજી, ધનની દેવી મહાલક્ષ્મીજી અને કુબેરજીની પૂજા કરવા માટે કરવાનો નવી ખરીદીઓ માટે એક શુભ દિવસ છે. આ શુભદિવસે સોના-ચાંદીના આભૂષણોની ખરીદી કરવામાં આવે છે. ઝાડુની ખરીદી વિશેષ શુભ માનવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લોકોને ધનતેરસના અવસર પર શુભેચ્છા પાઠવી હતી. મોદીએ એક્સ (ટ્વીટર) પર લખ્યું હતું કે “દેશમાં મારા પરિવારના તમામ સભ્યોને, આરોગ્ય અને સમૃદ્ધિના પ્રતીક એવા ધનતેરસના શુભ પર્વની હાર્દિક શુભેચ્છાઓ. હું પ્રાર્થના કરું છું કે ભગવાન ધન્વંતરિના આશીર્વાદથી તમે બધા સ્વસ્થ, સમૃદ્ધ અને હંમેશા ખુશ રહો, જેથી વિકસિત ભારતનો સંકલ્પ નવી ઉર્જા મેળવતો રહે છે ”ધન લાભ માટે દિવાળીનો સમય પરમ સિદ્ધ માનવામાં આવે છે. નાનાથી લઈને તમામ મોટા વેપારીઓ પણ પોતાની દુકાન પર માતા લક્ષ્મીનું પૂજન કરે છે.