ભારતના વિદેશી હુંડિયામણ અનામતમાં અંદાજે 47 કરોડ ડોલર્સનો ઘટાડો થયો હોવાનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે. 27 નવેમ્બરે જાહેર થયેલા સાપ્તાહિક રીપોર્ટમાં રિઝર્વ બેંકે આ માહિતી આપી હતી. અગાઉ 20 નવેમ્બરે જાહેર થયેલા રીપોર્ટ મુજબ વિદેશી હુંડિયામણ અનામતમાં બે બિલિયન ડોલર્સનો વધારો થયો હતો અને કુલ અનામત 575.29 બિલિયન ડોલર્સ હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ એફસીએ 35.2 કરોડ ડોલર્સ વધીને 533.455 બિલિયન ડોલર્સ થઇ હતી. સામાન્ય રીતે એફસીએમાં યુરો, પાઉન્ડ, યેન વગેરેનો સમાવેશ થતો હોય છે પરંતુ એ ડોલર્સમાં જ જાહેર થતી રહી છે. પૂરતું વિદેશી હુંડિયામણ દેશના અર્થતંત્ર માટે ખૂબ મહત્ત્વનું હોય છે. ક્યારેક મોટું વિદેશી દેવું ચૂકવવામાં એ ઉપયોગી થાય છે. ગત સપ્તાહે ભારતના સોનાના રીઝર્વની કિંમત 82.2 કરોડ ડોલર્સ ઘટીને 35.192 બિલિયન ડોલર્સ થઇ હતી. ...
યુકેમાં કરોનાવાયરસની રસી આપવાનું શરૂ થઇ રહ્યું હોવાનું જાણીને ભારતમાં વસતા કેટલાક ભારતીયોએ ટ્રાવેલ એજન્ટો પાસે વેક્સીન લેવા માટે ખાસ ‘યુકે પેકેજો’ તૈયાર કરાયા...
વિશાળ પ્રતિભાશાળી લેખક નિકેશ શુક્લાનું એક સમજદાર અને અદભૂત પુસ્તક એટલે ‘’બ્રાઉન બેબી : અ મેમ્વા ઓફ રેસ, ફેમિલી એન્ડ હોમ’’ તેમની દીકરીઓ માટે...
બ્રેક્ઝિટ વેપાર મંત્રણાઓ મુશ્કેલ તબક્કે છે અને જો ઇયુ સ્વીકારે છે કે બ્રિટન એક સાર્વભૌમ રાષ્ટ્ર છે, તો સફળતાની તક ફરી આવી રહી છે...
બ્રિસ્ટોલના એવૉનમથમાં આવેલા ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ વેસેક્સ વોટર સાઇટમાં તા. 3ને ગુરૂવારે સવારે થયેલા વિસ્ફોટ પછી ત્રણ કર્મચારીઓ અને એક કોન્ટ્રાક્ટરનું મોત નીપજ્યું...
હિથ્રો એરપોર્ટે 2020માં 1.5 બિલીયનનું નુકસાન થયા પછી "આર્થિક રીતે વ્યવસાયને સુરક્ષિત કરવા" પોતાના પ્રિયજનોને મૂકવા આવનારા લોકો પાસેથી £5 નો ચાર્જ લેવાનું નક્કી...
ભારત ખાતેના ભૂતપૂર્વ અમેરિકી એમ્બેસેડર રિચાર્ડ વર્મા અગ્રણી ફાઇનાન્શિયલ સર્વિસ કંપની માસ્ટરકાર્ડમાં જોડાયા છે. તેઓ ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ રેગ્યુલેટરી અફેર્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટનો...
ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે નાણાનીતિની સમીક્ષા બેન્ચમાર્ક વ્યાજદરને ચાર ટકાએ સ્થિર રાખ્યો હતો અને નાણાનીતિ માટે હળવું વલણ જાળવી રાખ્યું છે, તેનાથી કોવિડથી ફટકો...
બ્રિટનને સમાન સ્તરનું બનાવવા અને વધુ વરિષ્ઠ સિવિલ સર્વન્ટ્સ અને મિનીસ્ટર્સને લંડનની બહાર ખસેડવાની યોજનાના ભાગરૂપે મિડલેન્ડ્સ બે સરકારી વિભાગોનું કેન્દ્ર બનનાર છે. ડીપાર્ટમેન્ટ...
સરકારના એથિકલ વોચડોગને ચાન્સેલર ઋષિ સુનક દ્વારા મિનીસ્ટરીયલ કોડનો ભંગ કરવામાં આવ્યો હતો કે નહીં તેની તપાસ કરવા જણાવવામાં આવ્યું છે. મિનીસ્ટરના હિતોના રજિસ્ટરમાં...