બોલીવૂડનું નવયુગલ કેટરિના કૈફ અને વિક્કી કૌશલ તાજેતરમાં જ પોતાના લગ્નના કાર્યક્રમોમાંથી ફ્રી થયું છે. હવે તેઓ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં લંડનની મુલાકાત લે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટરિનાની માતા સુઝેન ટોરકોટીએ વિક્કી કૌશલના માતા-પિતાને પણ લંડન આવવાનું આમંત્રણ આપ્યું છે. વિક્કીની માતા વીણા અને પિતા શામ કૌશલ જાન્યુઆરી મહિનામાં લંડન આવે તેવી શક્યતા છે. જોકે, તેમના લગ્ન દરમિયાન એવી ચર્ચા હતી કે કેટરિના અને વિક્કી તેમના હનીમૂનની ઉજવણી માટે માલદિવ્સ જશે પણ હવે એવું કહેવાય છે કે, તેમણે ત્યાં જવાનો વિચાર પડતો મુક્યો છે.