આવક વેરા વિભાગની ટીમે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં દરોડા પાડીને ટીએમસી ધારાસભ્ય જાકીર હુસૈનની ઓફિસમાંથી કુલ રૂ.10.90 કરોડ રોકડ જપ્ત કર્યા હતા. બુધવાર અને ગુરુવારે આઇટીની ટીમે કુલ 28 જગ્યાએ દરોડા પાડ્યા હતા. બુધવારે ઈન્કમટેક્સ ટીમે પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રીના ઘર, રાઇસ મિલ તથા રઘુનાથગંજ, સૂતી અને સમસેરગંજમાં બીડીના અન્ય કારખાનાઓ સહિતના સ્થળો પર દરોડા પાડ્યા હતા. કોલકાતા અને નવી દિલ્હીમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા પર પ્રતિક્રિયા આપતા તૃણમૂલના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે હુસૈન એક બિઝનેસમેન છે અને પાર્ટીમાં જોડાતા પહેલા તેમનો બીડીનો મોટો બિઝનેસ હતો. આ પ્રકારના બિઝનેસના મજૂરોને ચૂકવવા માટે હાથમાં રોકડની જરૂર છે.