કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ શુક્રવારે પશ્ચિમ બંગાળમાં ઉદ્યોગ પ્રધાન પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના ઘર પર દરોડા પાડીને રૂ. 20 કરોડ રોકડા જપ્ત કર્યા હતા. આ નાણાં SSC કૌભાંડ સાથે જોડાયેલા હોવાની આશંકા છે. પૈસા ગણવા નોટ કાઉન્ટીંગ મશીનની મદદ લેવી પડી હતી. 20થી વધુ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. શિક્ષણ રાજ્ય પ્રધાન પરેશ સી અધિકારી, ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય અને અન્યના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. પહાડની જેમ પડેલા નોટોના ઢગલાથી દેશભરમાં ચકચાર વ્યાપી હતી. CRPF જવાનો સાથે 80-90 ED અધિકારીઓની ટીમોએ મળીને 14 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
સ્કૂલોમાં નોકરીના કૌભાંડની તપાસના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેકટ (ઇડી)એ પશ્ચિમ બંગાળના ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન પાર્થા ચેટરજીની શનિવારે ધરપકડ કરી હતી. અગાઉ ઇડીએ ચેટરજીના ગાઢ સહાયક અર્પિતા મુખરજીની ધરપકડ કરી હતી. તેમના ઘરેથી દરોડા દરમિયાન શુક્રવારે રૂ.21 કરોડની રોકડ રકમ ઝડપાઈ હતી.
કોલકાતા હાઈકોર્ટે તાજેતરમાં સીબીઆઈને ગ્રુપ સી અને ડીની ભરતીમાં કૌભાંડની તપાસ કરવાનો નિર્દેશ આપ્યા બાદ EDએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. આ તપાસના ભાગરૂપે શુક્રવારે આ દરોડો પાડવામાં આવ્યો હતો.