નિઝામુદ્દીનનું મરકઝ બિલ્ડિંગ કોરોના વાયરસનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગે છે. બુધવારે સવાર સુધીમાં બે હજારથી વધુ જમાતિઓને અહીંથી બહાર ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પરિસરને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. તબલીગ જમાતના મેળાવડામાંથી બહાર ખસેડાયેલા લોકોની તપાસ બાદ 22 જેટલા રાજ્યોમાં તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો છે. મોટાભાગના લોકોને ટ્રેસ કરી લેવાયા છે.
મરકઝમાં ભાગ લીધેલા લોકો પૈકી કુલ 180 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 386 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં આ સૌથી વધુ કેસ હોવાનું જણાયું છે. તબલીગ જમાતને લીધે દેશમાં કોરોના વાયરસનો બોમ્બ ફાટ્યો હોવાનું જણાય છે.
મરકઝમાં ગયેલા 180 સંક્રમિત લોકો પૈકી તમિલનાડુના 77, આંધ્ર પ્રદેશના 43, દિલ્હીના 24, તેલંગાણાના 21, અંદમાન-નિકોબારના 9, આસામના 5 અને કાશ્મીરનો એક વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નિઝામુદ્દીનમાં ગયેલા લોકો પૈકી વધુ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી શકે છે.તબલીગ જમાતને લીધે દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. સ્વાસ્થ્ યમંત્રાલયના ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં 386 કેસો સામે આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણઆવ્યું કે તબલીદ જમાતને એક તાલિબાની ગુન્હો આચર્યો છે. આ પ્રકારના ગુન્હા બદલ તેમને માફ ના કરી શકાય. સરકારના નિર્દેશોનું પાલન નહીં કરનારા આવા સંગઠનો સામે કડક પગલાં લેવા જોઈએ. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે 5,000 રેલવે કોચને મોડિફાય કરવામાં આવ્યા છે જેમાં ક્વોરન્ટાઈન સુવિધા ઉપલબ્ધ થઈ શકશે. રેલવે દ્વારા 3.2 લાખ આઈસોલેશન અને ક્વોરન્ટાઈન બેડની સેવા ઉપલબ્ધ કરાવાશે કુલ 20,000 કોચનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
એક જ દિવસમાં કોરોના વાયરસના સંખ્યાબંધ કેસો સામે આવ્યા હોવાથી કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આવા કેસો જેના સંપર્કમાં આવ્યા હોય તેમની ઓળખ કરી ઝડપી તપાસ કરી જરૂરી પગલાં લઈ વધુ ચેપ ફેલાતો રોકના પ્રયાસો હાથ ધરા તાકીદ કરી છે.સાથે જ લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે લોકડાઉનના ગાળામાં મોટાપાયે એકત્ર થવાનું ટાળવું જોઈએ.
ધાર્મિક કાર્યક્રમોમાં જવાનું ટાળવું જોઈએ. દેશમાં અત્યાર સુધીમાં 47,951 લોકોના કોવિડ 19 ટેસ્ટ કરાયા છે જે પૈકી 4,562 ટેસ્ટ આઈસીએમઆરના નેટવર્કની લેબ દ્વારા કરાયા છે. 51 ખાનગી લેબને કોવિડ 19 ટેસ્ટ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી છે. 816 ટેસ્ટ ખાનગી લેબ દ્વારા થયા છે.