વ્હિટલી બે, નોર્થ ટાઇનીસાઇડના ઇથોન કેર હોમના નિવાસીઓને લોકડાઉન પછી તેમના સ્વજનોને રૂબરૂ મળવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ શરત એ છે કે મુલાકાતીઓએ કોઈ શારીરિક સંપર્ક વિના 6 ફૂટ રહેવું પડશે અને ‘કોઈ આલિંગન, ચુંબન અથવા સ્પર્શ કરવાનો રહેશે નહીં’. મુલાકાતીઓ તેમના પ્રિયજનને મળતા પહેલા આગમન સમયે જ તેમને તાવ આવ્યો નથી તેનો ટેમ્પરેચરનો ટેસ્ટ કરાવવો પડશે.
કેર હોમના સ્ટાફ અને તમામ 33 રહેવાસીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને કોવિડ-19નો કોઈ મામલો બહાર આવ્યો નથી. કોઈપણ મુલાકાતીએ કેર હોમની બહારના તેમના સંબંધીઓને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડશે.
કેર હોમ મેનેજર ડોન એસ્લેમોન્ટે કહ્યું હતું કે ‘અમે હોમમાં કોઈ કોરોનાવાયરસ નહિં ઘુસવા દેવા બદલ ભાગ્યશાળી રહ્યા છીએ અને રહેવાસીઓમાં કોઈને કોઈ લક્ષણો નથી. રહેવાસીઓને અમે ફોન, ફેસટાઇમ અને ઝૂમ દ્વારા તેમના સ્વજનો સાથે સંપર્કમાં રાખવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ.
કેર હોમના પ્રથમ મુલાકાતીઓમાં, જ્હોન યોઓમન, 62, અને તેની પત્ની 63 વર્ષના ડેનિસ હતા, જેમણે તેમની 90-વર્ષીય માતા માર્ગારેટની મુલાકાત લીધી હતી.