વેલ્સ ખાતેના ભારતના માનદ કોન્સ્યુલ રાજ અગ્રવાલે કોવિડ રોગચાળા પછી પ્રથમ વખત કાર્ડિફ કાસલ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. કિલ્લાના મેદાનમાં એક ખાસ માસ્ટરક્લાસમાં ઘણા યોગ પ્રેમીઓ જોડાયા હતા.
રોયલ ફાર્માસ્યુટિકલ સ્કૂલના ફેલો રાજ અગ્રવાલે વેલ્સની શાળાઓમાં યોગ સત્રો શરૂ કરવા હાકલ કરતાં જણાવ્યું હતું કે “વિગતવાર અભ્યાસો દર્શાવે છે કે બાળકો વર્ગમાં વધુ સચેત, હળવા હોય છે અને જો તેઓ નિયમિત યોગ સત્રો કરે તો તેઓ વધુ સારી રીતે જ્ઞાન જાળવી શકે છે. આપણી પાસેના પૂરતા યોગ પ્રેક્ટિશનરો છે. નજીવી કિંમતે આ મૂલ્યવાન પ્રવૃત્તિને સમર્થન આપવું જોઇએ. મને 5,000 વર્ષ જૂની યોગ પ્રેક્ટિસની ઉજવણી કરવા માટે આ વૈશ્વિક ઇવેન્ટમાં ભાગ લેતા આનંદ થાય છે. યોગ માત્ર ફિટ અને સ્વસ્થ રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે અને તે મનને કેન્દ્રિત કરવામાં પણ મદદ કરે છે તથા આધુનિક જીવનના તણાવમાં આરામ આપે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ સાથે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવ્યો હતો.”
કાર્ડિફ કાસલના મેદાનમાં વિવિધ યોગ સાધકોએ મફત યોગ સત્રોનો લાભ લીધો હતો. કાર્યક્રમનું આયોજન રાજ અગ્રવાલ OBE દ્વારા કરાયું હતું.
પ્રસ્તુત તસવીરમાં ડાબેથી રેખા ગિરીશ, રાજ અગ્રવાલ અને સુજાતા થલાડી