વેલ્સના 50 વર્ષીય ફર્સ્ટ મિનિસ્ટર વોન ગેથિંગ રવિવાર તા. 28ના રોજ કાર્ડિફ કાસલ ખાતે રંગ, પ્રેમ અને વસંતના તહેવાર તરીકે ઓળખાતા હોળી ઉત્સવમાં જોડાયા હતા. ફર્સ્ટ મિનિસ્ટર વોન ગેથિંગને ઉપસ્થિત સૌએ રંગ લગાવ્યો હતો. ભારત સરકાર દ્વારા યોજાયેલા સત્તાવાર ઉત્સવનું આયોજન ભારતીય માનદ કોન્સ્યુલ રાજ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં સેંકડો લોકોએ હાજરી આપી હતી.

વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર વોન ગેથિંગે પ્રાસંગીક પ્રવચનમાં કહ્યું હતું કે “વસંતની શરૂઆત માટે તથા હિંદુ પર્વની ઉજવણી છે પરંતુ સાથે સાથે તે પ્રેમ, ક્ષમા અને નવીકરણની પણ ઉજવણી છે. તે એક એવી ઉજવણી છે જે દર્શાવે છે કે આપણો દેશ આપણી વિવિધતા દ્વારા સમૃદ્ધ છે.”

ત્રણ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ભારતીય સંગીતના પ્રદર્શન અને શ્રી શ્રી સ્વામિનારાયણ મંદિર કાર્ડિફના સભ્યોના પરંપરાગત રાસ ગરબા નૃત્યનો સૌને લાભ મળ્યો હતો. સેંકડો લોકોએ એક બીજા પર કલર અને પરંપરાગત અબીલ ગુલાલ ફેંકી ઉજવણી કરી હતી.

શ્રી રાજ અગ્રવાલે જણાવ્યું હતું કે “વેલ્સના તમામ હિંદુઓ માટે આ એક મોટો પ્રસંગ છે. ખાસ વિશેષતા એ છે કે તમામ ધર્મના લોકો માટે અદ્ભુત રીતે વૈવિધ્યસભર આનંદ માણવા માટે પ્રસંગ ખુલ્લો છે.

LEAVE A REPLY