નગરો અને શહેરોમાં ચાલવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાની સરકારની યોજના હેઠળ વાહન ચલાવનારાઓ જો પેવમેન્ટ પર તેમનું વાહન પાર્ક કરશે તો કાઉન્સિલ તેમને £70નો દંડ કરશે. પરિવહન વિભાગે કહ્યું હતું કે આ પગલાથી મોટાભાગના પુશચેર્સ વાળા માતા-પિતા અને નબળી દ્રષ્ટિ ધરાવતા કે હાલવા-ચાલવામાં તકલીફ ધરાવતા લોકોને લાભ થશે.
તા. 31ના રોજ આ અંગેની દરખાસ્તો હેઠળ મિનીસ્ટર્સ દ્વારા આખા ઇંગ્લેન્ડમાં પેવમેન્ટ પાર્કિંગ પરના ઓલ-આઉટ પ્રતિબંધ અંગે વિચારણા કરવામાં આવશે. પરિવહન વિભાગે જણાવ્યું હતું કે લંડનમાં લાગુ કરાયેલ પેવમેન્ટ પરના પાર્કીંગનો સંપૂર્ણ પ્રતિબંધ તે દેશના બાકીના ભાગોમાં લંબાવી શકે છે અને સ્થાનિક અધિકારીઓ ડબલ યલો લાઇનો પર પાર્કિંગ કરવા બદલ થતા દંડની જેમ જ £70 નો દંડ વસૂલ કરી શકશે.
લંડનમાં, 1974થી પેવમેન્ટ પર પાર્કિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જોકે કાઉન્સિલો અમુક સંજોગોમાં કારને કાબૂમાં મૂકવાની મંજૂરી આપી શકે છે. રાજધાનીની બહાર, કાર પેવમેન્ટ પર પાર્ક કરી શકાય છે સિવાય કે તેને પ્રતિબંધિત કરવામાં આવી હોય. સ્કોટિશ સરકાર પહેલાથી જ આવતા વર્ષે પ્રતિબંધ લાદવા માટે કાયદો ઘડી રહી છે અને વેલ્શ એસેમ્બલીએ કહ્યું છે કે તે આ મુદ્દાને ધ્યાનમાં લેશે.