બ્રિટિનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર અને ભૂતપૂર્વ ઇંગ્લિશ ક્રિકેટ કેવિન પીટરસન સાથે સાથે રાયસિના ડાયલોગના ઇન્ટરેક્ટિવ સેશન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ક્રિકેટ ટીમના કેપ્ટન સાથે સરખામણી કરીને વિદેશ પ્રધાન એસ જયશંકરે શુક્રવારે જણાવ્યું હતું કે મોદીએ વિકેટ ઝડપવા માટે તેમના બોલર્સને પૂરતી સ્વતંત્રતા આપેલી છે. બોલર્સ વિકેટ ઝડપી લે તેવી અપેક્ષા પણ રાખે છે.
જયશંકરે જણાવ્યું હતું કે કેપ્ટન મોદીના નેતૃત્વ હેઠળ ઘણી નેટ પ્રેક્ટિસ થાય છે. નેટ પ્રેક્ટિસ સવારે 6 વાગ્યે શરૂ થાય છે અને ઘણી મોડે સુધી ચાલે છે. કેપ્ટન મોદીએ પણ તેમના ખેલાડીઓને પૂરતી છૂટછાટ આપી છે અને અને ચોક્કસ પરિસ્થિતિનો સામનો કરવા માટે તેમના પર વિશ્વાસ મુક્યો છે. જો તમારી પાસે કોઈ ચોક્કસ બોલર હોય જેના પર તમને વિશ્વાસ હોય અથવા તમે તેને સારો દેખાવ કરતાં જોયો હોય તો તમે તેમને છૂટછાટ આપશો, તમે યોગ્ય સમયે તેમની તરફ બોલ ફેંકશો. તમે તે ચોક્કસ પરિસ્થિતિનો સામનો કરવા માટે તેમના પર વિશ્વાસ કરો છો
જયશંકરે કહ્યું હતું કે કોરોના લોકડાઉન જાહેરાત, વેક્સિનના ઉત્પાદન વધારો, વેક્સિનેશન પ્રોગ્રામ અને રસીની જરૂરિયાતવાળા દેશોને મદદ કરવાની જાહેરાત કરાઈ ત્યારે મોદીની કડક નિર્ણયો લેવાની હથોટી પણ પ્રદર્શિત થઈ હતી.