ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં કોરોના વાઇરસના નવા 22 કેસો નોંધાયા બાદ શહેરમાં લોકડાઉન 15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યું છે. આમ કેનબેરામાં બીજા મહિને લોકડાઉન હેઠળ રહેશે.
અગાઉ સિડનીમાં કોરોનાના ડેલ્ટ વેરિયન્ટ કેસો નોંધાયા બાદ કેનબેરામાં એક કેસ નોંધાયો હતો અને તે પછી 12 ઓગસ્ટે લોકડાઉન કરવામાં આવ્યું હતું. કેનબેરા વિસ્તારના મુખ્યપ્રધાન એન્ડ્રુ બારે મંગળવારે જણાવ્યું હતું કે કેનબેરામાં લોકડાઉન 15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યું છે. કેનબેરા ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં છે. ન્યૂ સાઉથ વેલ્સમાં 16 જૂને લિમોસિન ડ્રાઇવર પોઝિટિવ આવ્યા બાદ ડેલ્ટા વેરિયન્ટ ફેલાયો હતો. ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં 26 જૂનથી લોકડાઉન અમલી છે. ગયા મહિને ડેલ્ટા વેરિયન્ટનો કેસ નોંધાયો તે પહેલા આશરે 4.30 લાખની વસતિ ધરાવતા કેનબેરામાં 10 જુલાઈ, 2020 પછીથી એક પણ કેસ નોંધાયો ન હતો.
—