કેનેડાના ઓન્ટારિયોના માકમ શહેરની એક સ્ટ્રીટનું નામ ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર એ આર રહેમાનના નામ પરથી રાખવામાં આવ્યું છે. કેનેડા દ્વારા આ સન્માન અંગે રહેમાને સોશિયલ મીડિયામાં નિવેદન જારીને લખ્યું હતું કે માકમ અને કેનેડાના લોકોનો આભાર.
મહાન સંગીતકારે જણાવ્યું હતું કે મે મારા જીવનમાં આવી ક્યારેય કલ્પના કરી ન હતી. હું માકમના મેયર અને કાઉન્સિલેર્સ, ઇન્ડિયન કોન્સ્યુલેટ જનરલ (અપૂર્વ શ્રીવાસ્તવ) અને કેનેડાના લોકો સહિત તમારા તમામનો અભારું છું.
સંગીતના બાદશાહ એઆર રહેમાનને ભારત ઉપરાંત ઘણા દેશોએ તેમને ઘણા એવોર્ડ આપીને સન્માનિત કર્યા છે. એઆર રહેમાનની ખ્યાતિ વિદેશમાં પણ ઓછી નથી. આ પહેલા પણ નવેમ્બર 2013માં કેનેડાના શહેર માકમની એક ગલીનું નામ સંગીતકાર એઆર રહેમાનના નામ પર રાખવામાં આવ્યું હતું. આ રોડનું નામ અલ્લાહ-રખા રહેમાન સેન્ટ રાખવામાં આવ્યું હતું.