Canada investigates Chinese “police service station” in Toronto

કેનેડિયન રોયલ માઉન્ટેડ પોલીસે ટોરોન્ટોમાં ચાઈનીઝ “પોલીસ સર્વિસ સ્ટેશન” વિશેના અહેવાલોની તપાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું હતું કે તે ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના દ્વારા સંચાલિત અઘોષિત પોલીસ સર્વિસ સ્ટેશનોની તપાસ કરી રહી છે. 

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે તાજેતરના અહેવાલોથી વાકેફ છે જેમાં ચીન પર સમગ્ર કેનેડામાં ચાઈનીઝ ઈમિગ્રન્ટ્સને નિશાન બનાવવાનો આરોપ છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સંબંધિત તમામ ફોજદારી કેસોની તપાસ ચાલી રહી છે. “અમારો ઉદ્દેશ્ય કેનેડામાં કોઈપણ સમુદાયને વિદેશી એન્ટિટી દ્વારા જારી કરાયેલી ધમકીઓ, પજવણી તેમજ કોઈપણ પ્રકારના નુકસાનને રોકવાનો છે. આ પ્રયાસોની પોલીસ તપાસ થશે, જેમાં ધાકધમકી, પજવણી અને ભ્રષ્ટાચારનો સમાવેશ થાય છે.” ચીને આ અહેવાલને નકારી કાઢ્યો છે. સત્તાવાળાઓએ કેનેડિયન નાગરિકોને વિનંતી કરી છે કે જો તેઓ આવા કથિત પોલીસ સ્ટેશનોમાંથી કોઈ પ્રવૃત્તિ વિશે જાણતા હોય અથવા તેમને ચીન તરફથી કોઈ ધમકી મળી હોય તો તેઓ તેમનો સંપર્ક કરે. બીજી તરફ, ચીન વતી એવું કહેવામાં આવ્યું હતું કે દેશની બહારના પોલીસ સેવા કેન્દ્રો જ ચીનના નાગરિકોને સંબંધિત દેશોમાં ઓનલાઈન સર્વિસ પ્લેટફોર્મ એક્સેસ કરવામાં મદદ કરે છે. 

 

 

LEAVE A REPLY