કેનેડાએ ભારતથી આવતી સીધી ફલાઈટ્સ ઉપરનો પ્રતિબંધ વધુ 30 દિવસ (21મી જુલાઇ સુધી) લંબાવ્યો છે. ભારતથી આવતી ફલાઇટ્સ ઉપર કેનેડાએ 22મી એપ્રિલે પ્રતિબંધની જાહેરાત કરી હતી.
ટ્રાન્સપોર્ટ પ્રધાન ઓમરે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાના વધુ કેસોના કારણે કેનેડાએ ફલાઇટ્સ ઉપર પ્રતિબંધ લંબાવ્યો છે. મુખ્ય આરોગ્ય અધિકારી ડો. થેરેસાએ આપેલી માહિતી પ્રમાણે કેનેડામાં ભારતીય ડેલ્ટા વેરિયન્ટના 2,000 કેસો નોંધાયા છે.
પ્રતિબંધ પહેલા ભારત – કેનેડા વચ્ચે લગભગ દરરોજ ફલાઇટ્સ ચાલુ હતી. કેનેડા સરકારે જાહેર કર્યું હતું કે, રસીના બન્ને ડોઝ લઈ લીધા હોય તેવા કેનેડાના નાગરિકો અને પરમેનન્ટ રેસિડેન્ટ્સે એરપોર્ટ ઉપર આરટી-પીસીઆર ટેસ્ટ આપ્યા બાદ પરિણામ સુધી હોટલ ક્વોરન્ટાઇન થવાનું હવે ફરજિયાત નથી. આ સુધારા પાંચ જુલાઈથી અમલમાં આવશે.