કેનેડાના ક્યુબેક શહેરમાં શનિવારે એક હુમલાખોરે સંખ્યાબંધ લોકો પર ચાકુના ઘા મારીને તેમને ઘાયલ કર્યા છે. આ હુમલામાં બે લોકોના મોત થયા છે. આ હુમલા પાછળનું કારણ જાણી શકાયું નથી. હુમલામાં ઘાયલ થયેલા પાંચ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ પ્રમાણે હુમલો કરનારા વ્યક્તિએ મધ્યકાલીન યુગમાં લોકો જેવા કપડા પહેરતા હતા તેવા કપડા પહેર્યા હતા.શનિવારની રાતે બનેલી ઘટનામાં હુમલાખોરે આવતા જતા લોકોને ચાકુના ઘા માર્યા હતા. આ ઘટનાની તપાસ ચાલુ હોવાથી પોલીસે લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરી હતી.
થોડા સમય બાદ 20 વર્ષીય એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન જે સ્થળે આ હુમલો થયો હતો તે પાર્લામેન્ટ બિલ્ડિંગની આસપાસ પોલીસની ગાડીઓ તૈનાત કરી દેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, આ જ પ્રકારની ઘટના ફ્રાન્સના નાઇસ શહેરમાં બની હતી જેમાં ચર્ચામાં ઘુસીને હુમલો કરનારે ચાકુથી એક મહિલાનુ માથુ ધડથી અલગ કરી નાંખ્યુ હતુ અને બીજા બે લોકોની પણ હત્યા કરી હતી.