Indians spend $1 billion per month traveling abroad
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોનાના નવા વેરિયન્ટને પગલે કેનેડાની સરકારે તેના નાગરિકોને બિનજરૂરી આંતરરાષ્ટ્રીય પ્રવાસ ન કરવાની સલાહ આપી છે. કેનેડાના સૌથી મોટા રાજ્ય ઓન્ટારિયોના સત્તાવાળાએ પણ NBA અને NHL ગેમ્સ જેવી મોટી ઇવેન્ટમાં લોકોની હાજરી પર 50 ટકાની મર્યાદા લાદી છે.

ઓન્ટારિયોના વડાપ્રધાન ડાઉ ફોર્ડે જણાવ્યું હતું કે ઓન્ટારિયોના પુખ્ત વયના તમામ લોકો બૂસ્ટર ડોઝ માટે સોમવારથી બુકિંગ કરી શકશે. કોરોના વેક્સિનના બીજા ડોઝને ત્રણ મહિના થઈ ગયા હોય તેવા લોકોને બૂસ્ટર ડોઝ મળશે. વેક્સિનેશનમાં અમેરિકા, બ્રિટન અને બીજા દેશોની સરખામણાં કેનેડા ઘણું પાછળ છે. ફોર્ડે જણાવ્યું હતું કે અમે સિસ્ટમને લોકડાઉન કરી રહ્યાં નથી અને તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. શ્રેષ્ઠ સંરક્ષણ બૂસ્ટર ડોઝ છે.

પ્રાંતમાં બાર્સ અને રેસ્ટાંરો 100 ટકા કેપેસિટીએ કામ કરી શકશે. પ્રાંતના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેપેસિટીની મર્યાદા 1,000 અથવા તેનાથી વધુ પ્રેક્ષકો ધરાવતી તમામ ઇવેન્ટને લાગુ પડશે. ઓન્ટારિયોમાં સોમવારે કોરોનાના નવા 1,808 કેસ અને ક્યુબેકમાં 2,386 નવા કેસ નોંધાયા હતા.ફોર્ડે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિયન્ટ અત્યાર સુધીનો સૌથી વધુ ચેપી છે અને તે પ્રાંતનો સૌથી વધુ ફેલાતો વેરિયન્ટ બનવાની અણી પર છે.

ઓન્ટારિયાના કિંગ્સ્ટન શહેરના સત્તાવાળાએ આ સપ્તાહના પ્રારંભમાં જાહેરાત કરી હતી કે ઓમિક્રોન વેરિયન્ટના ઝડપથી ફેલાવાને કારણે મેળાવડામાં વધુમાં વધુ પાંચ લોકોની મર્યાદા મૂકવામાં આવી છે. ઓન્ટારિયોના કેટલાંક સ્કૂલ બોર્ડ નવા વર્ષમાં ઓનલાઇન લર્નિંગની શક્યતા માટે તૈયારી કરી રહ્યાં છે. ટોરોન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડે વિદ્યાર્થીઓને વાલીઓને સ્કૂલમાંથી બાળકોની વ્યક્તિગત સામગ્રી અને ડિવાઇસ ઘેર લઈ જવાની સૂચના આપી છે. વોરટલૂ રિજન ડિસ્ટ્રિક્ટ બોર્ડે પણ બુધવારે આવી જ સૂચના આપી હતી.