Gift City can rival Singapore Dubai
(Photo BY SAM PANTHAKY/AFP via Getty Images)

એક સમયે પક્ષીઓ અને ચરતી ભેંસોનું પ્રભુત્વ હતું તેવા સાબરમતી નદીના કિનારે ભારતનું નવું ફાઇનાન્શિયલ હબ ઊભરી રહ્યું છે. કેટલાંક ટાવર્સ  જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની અને એચએસબીસી હોલ્ડિંગ્સ પીએલસી જેવી વિદેશી કંપનીઓના 20,000 કર્મચારીઓને શુભેચ્છા પાઠવે છે. આ ઊભરતા ફાઇનાન્શિયલ સેન્ટરનું પૂરું નામ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી છે, પરંતુ તે સામાન્ય રીતે ગિફ્ટ સિટી તરીકે ઓળખાય છે. તે રાજ્યની રાજધાની ગાંધીનગર અને તેના સૌથી મોટા શહેર અમદાવાદ વચ્ચે 886 એકર જમીન પથરાયેલું છે. ઓક્ટોબર સુધીમાં બેંકરોએ અહીં કુલ  $33 બિલિયનની ડીલ કરી છે.  

આ કંપનીઓ આકર્ષક પરિબળ કયું છે? બાકીના ભારતમાં બિઝનેસ અને ટ્રેડિંગને અવરોધતા ઘણા નિયમો અને કરમાંથી મુક્તિ. ગિફ્ટ સિટી $3 ટ્રિલિયનના અર્થતંત્ર એવા ભારતમાં મુક્ત બજારોનો એક પ્રયોગ છે, જે હવે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષી રહ્યું છે. આ સેન્ટરનો હેતુ દુબઈ, મોરેશિયસ અથવા સિંગાપોરમાં ઢસડાઇ જતા ભારત-કેન્દ્રિત વેપાર પરત  લાવવાનો છે. .  

નરેન્દ્ર મોદીએ 2008માં ગિફ્ટ સિટીનો પાયો નાંખ્યો હતો. વડા પ્રધાન મોદીની સરકારે  ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર અથવા IFSCમાં સ્થાપેલા બિઝનેસને એક દાયકા માટે 100% ટેક્સ હોલિડે સહિત અનેક પ્રોત્સાહનોની ઓફર કરી છે. ભારતીય કંપનીઓને GIFT સિટી મારફતે જહાજો અને વિમાન ભાડે આપવા માટે પ્રોત્સાહિત કરવા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. વિદેશી યુનિવર્સિટીઓને આખરે સ્થાનિક કેમ્પસ ખોલવા માટે નિયમોને બાયપાસ કરવાની મંજૂરી આપવામાં આવશે અને કંપનીઓ ભારતની કુખ્યાત રીતે નબળી કરાર અમલીકરણ પદ્ધતિઓને ટાળવા માટે આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્રનો ઉપયોગ કરી શકે છે. 

2022માં નેશનલ સ્ટોક એક્સચેન્જે સિંગાપોર સાથે ક્રોસ બોર્ડર ટ્રેડિંગ લિંક ચાલુ કરી છે. તેનાથી વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાંસ્ટોક ડેરિવેટિવ્ઝનો વેપાર કરવાની સુવિધા મળે છે. ઓક્ટોબરમાં, ફાઇનાન્શિયલ સેન્ટર સ્થિત બે સ્ટોક એક્સચેન્જો પર સરેરાશ દૈનિક ટર્નઓવર વધીને $14.6 બિલિયન થયું હતું, જે બે વર્ષ પહેલાં $3.4 બિલિયન હતું, કુલ બેન્કિંગ ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શન $22 બિલિયનથી વધીને $466 બિલિયન થયું છે. 

નવું આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ લાયકાત ધરાવતા જ્વેલર્સને ગિફ્ટ સિટી દ્વારા સીધી સોનાની આયાત કરવાની પરવાનગી આપે છે. જુલાઈમાં, JP મોર્ગન અને ડોઇચ્ચે બેન્કએ GIFT સિટીમાં કામગીરી શરૂ કરી હતી. JP મોર્ગન શરૂઆતમાં ક્લાયન્ટ્સને ફોરેન એક્સચેન્જ ડેરિવેટિવ્ઝ ઓફર કરશે અને દેશમાં ફિઝિકલ બુલિયનના સૌથી મોટા સપ્લાયર્સમાંના એક તરીકે તેની સ્થિતિનો લાભ લેવા માંગે છે. ડોઇશ બેંકનો હેતુ ભારતમાં એવી વધતી જતી કંપનીઓની સર્વિસ પૂરી પાડવાનો છે કે જેને ક્રોસ બોર્ડર બેંકિંગ સેવાઓની જરૂર છે. 

 

 

LEAVE A REPLY