ચીનમાં પ્રેસિડેન્ટ પદની ચૂંટણીનું આયોજન થઇ રહ્યું છે. આથી પ્રેસિડેન્ટ શી જિનપિંગે એવું કહેવડાવ્યું છે કે તેઓ સતત ત્રીજીવાર પ્રેસિડેન્ટ બનવા ઇચ્છે છે. તેથી તેમના ટીકાકારોએ તેમનો સખત વિરોધ શરૂ કર્યો છે.
સમાચાર એજન્સી-ANIના રીપોર્ટ મુજબ, જિનપિંગે ચીનને પાછળ પાડી દીધું છે તેમ ઘણા ટીકાકારો કહે છે. દેશમાં કોરોના વાઇરસ રોકવામાં તેમણે બેદરકારી દર્શાવી છે અને અક્ષમ્ય ભૂલો કરીને શાંઘાઈ જેવાં શહેરોને બંધ કરી અર્થતંત્રને ખોરવી નાખ્યું હતું.
ચીનની ઘણી મોટી વસ્તી પ્રેસિડેન્ટ જિનપિંગથી નારાજ છે અને તેમણે એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં માનવતા વિરુદ્ધના જિનપિંગના અપરાધોના વીડિયોનો પણ સમાવેશ થાય છે. આ સાથે આ વીડિયો વાઇરલ કરનારાઓએ ચીનના લોકોને સાવધાન રહેવા પણ જણાવ્યું છે. આમ છતાં તે વીડિયોમાં કહ્યું છે કે તમારા મિત્રો અને સંબંધીઓને વર્તમાન સ્થિતિ વિષે જણાવશો અને શી જિનપિંગને સત્તા ઉપરથી દૂર કરજો. સાથે, કાયદા અને સૈનાના કર્મીઓના સહયોગી ન બનવા અપીલ કરાઈ છે. સાથે આ અભિયાનમાં વધુને વધુ લોકોને જોડવા જણાવવામાં આવ્યું છે.
આ ઝૂંબેશ ચલાવનારાઓએ ભ્રષ્ટાચાર અને મની-લોન્ડરિંગના પુરાવા એકત્ર કરવા અપીલ કરી છે. આ અભિયાન તેવા સમયે શરૂ કરાયું છે કે જ્યારે ચીનમાં જિનપિંગની પકડ ઢીલી પડી છે, અને કોરોના વાઇરસ, અર્થતંત્ર અને મૂડી રોકાણ અંગે પણ શી જિનપિંગ સામે પ્રશ્નો ઉઠી રહ્યાં છે.