બ્રિટનના રાજા ચાર્લ્સની પત્ની કેમિલા, 6 મેના રોજ લંડનના વેસ્ટમિંસ્ટર એબી ખાતે થનારા રાજ્યાભિષેક વખતે 1911ના રાજ્યાભિષેક માટે કિંગ જ્યોર્જ પાંચમના પત્ની રાણી મેરી દ્વારા પહેરવમાં આવેલ તાજ પહેરશે એમ બકિંગહામ પેલેસે જણાવ્યું છે. તેઓ વિવાદિત 105-કેરેટના કોહ-એ-નૂર હીરાને દર્શાવતા તાજનો ઉપયોગ ટાળશે.
કોહીનૂર હીરો ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા વસાહતી યુગ દરમિયાન ભારતમાંથી યુકે લાવવામાં આવ્યો હતો અને રાણી વિક્ટોરિયા સમક્ષ રજૂ કરાયો હતો. તે ચાર્લ્સની દાદીએ તેના રાજ્યાભિષેક વખતે છેલ્લે પહેરેલા તાજમાં સેટ કરાયેલો છે. પાકિસ્તાન, ભારત અને અફઘાનિસ્તાન તે હીરો પરત કરવા દાવો કરી રહ્યા છે. આ પ્રસંગે મહેલમાં કેટલાક ફેરફારો કરવામાં આવશે અને પ્રસંગને અનુરૂપ ઝવેરાતને અનોખા બનાવવા અને તેમની પોતાની શૈલીનો ઉપયોગ કરનાર છે.
બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, “હર મેજેસ્ટી દ્વારા ક્વીન મેરીના તાજની પસંદગી તાજેતરના ઇતિહાસમાં પ્રથમ વખત છે. સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપવા માટે ક્વીન મેરી તાજમાં કલીનન III, IV અને V હીરા સાથે ફરીથી સેટ કરવામાં આવશે. આ હીરા મહારાણીના અંગત સંગ્રહનો એક ભાગ હતા અને તેને ઘણી વખત તેઓ બ્રૉચ તરીકે પહેરતા હતા.