કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે IFFCOએ સ્થાપેલા ભારતના પ્રથમ લિક્વિડ નેનો ડાય-એમોનિયા ફોસ્ફેટ (DAP) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ અને ખાતર પ્રધાન મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યાં હતા.
IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટ ખેડૂતોને ઘણો ફાયદો કરશે અને દેશમાં DAPની આયાત ઘટાડવામાં પણ મદદ કરશે. અમિત શાહેર ગાંધીનગર નજીક તેમના વતન માણસામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ પણ કર્યો હતો. અમિત શાહે માણસાના બહુચર માતાજીના મંદિરે પ્રાર્થના અને આરતી પણ પણ કરી હતી.