(istockphoto.com)

અમેરિકામાં જ્ઞાતિગત ભેદભાવનું દૂષણ હોવાનું સ્વિકારતા અને તેનો જાહેર સંસ્થા દ્વારા સામનો કરવાની પહેલ કરતાં કેલિફોર્નિયા યુનિવર્સિટી, ડેવિસની ભેદભાવવિરોધી નીતિમાં પહેલી જ વખત સમાવેશ કરાયો છે. વિદ્યાર્થીઓ દ્વારા જન્મજાત સામાજિક દરજ્જા સંબંધિત ભેદભાવની ફરિયાદ પછી યુનિવર્સિટીની નીતિમાં જ્ઞાતિનો સમાવેશ કરીને જે માર્ગદર્શિકા અપાઇ છે તે અંતર્ગત જ્ઞાતિના આધારે પક્ષપાત ભેદભાવ કે કનડગતના પીડિત વિદ્યાર્થી કે સ્ટાફના સભ્યો વિધિવત ફરિયાદ કરશે તો તેવા મામલાની વિધિવત તપાસ કરાશે.

વિદ્યાર્થીઓને ગ્રુપચેટમાં અપમાનજનક મીમીસ, રૂમ પાર્ટનરની પસંદગી પૂર્વે કઇ જ્ઞાતિ તેવી પૂછપરછ સહિતની ફરિયાદો રહ્યાનું ઉમેરા અને તે દ્વારા જે તે અસરગ્રસ્તોને થતા નુકસાનથી યુનિવર્સિટી અવગત હોવાનું જણાવવાનો પ્રયાસ થયાનું યુસી ડેવિસના દાનેશ નિકોલસે જણાવ્યું હતું.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર અંજલિ અરોન્ડેકરના જણાવ્યા પ્રમાણે જ્ઞાતિપ્રથાના આધારે લોકોના વર્ગીકરણની પરંપરા ભારતથી શરૂ થયેલી છે અને ભૂતાન, નેપાળ, શ્રીલંકા મ્યાન્માર સુધી પહોંચેલા હિંદુઓ, મુસ્લિમો, શીખો, ખ્રિસ્તી અને બૌદ્ધોમાં પણ તે પ્રવર્તી રહી છે. અંજલિએ જણાવ્યું હતું કે, જ્ઞાતિ એ વર્ષોથી શ્રમજીવી વર્ગ સંબંધિત અને અસમાનતા નોંતરતી આવી છે. ભારતની જાતિવ્યવસ્થામાં દલિતોને સૌથી નીચે મૂકવામાં આવેલા છે અને તેના આધારે જ તેમનું શિક્ષણ, લગ્નજીવન, રોજગાર નક્કી થતા રહેલા છે.

કેલિફોર્નિયા રેગ્યુલેટર્સે સિસ્કો ઇન્ક. સામે દલિત ભારતીય એન્જિનિયર સાથે ભેદભાવનો દાવો માંડ્યો હતો. કંપનીમાં ભારતથી જ આવેલા વયસ્ક સવર્ણો તરફથી ભેદભાવ થયાનું જણાવાયું હતું. આવો જ બીજો કિસ્સો નેપાળના પ્રેમ પરિવાર સાથે થયો હતો. પ્રેમને તેની રેસ્ટોરન્ટની નોકરી, સામુદાયિક મેળાવડા કે ડીનર પાર્ટીઓમાં તેના દલિતપણાનો અહેસાસ કરાવાયો હતો. આ પછી પ્રેમે અન્ય વિદ્યાર્થીઓ અને બીજાઓને આવા ભેદભાવ સામે જાગ્રત કર્યા હતા અને અંતે પ્રેમ યુસી ડેવિસ પ્રચાર ઝુંબેશ સાથે જોડાયો હતો.