ભારતના સૌથી મોટા ઓનલાઇન એજ્યુકેશન સ્ટાર્ટઅપ બાયજૂએ કેલિફોર્નિયા સ્થિત ડિજિટલ રિડિંગ પ્લેટફોર્મ ‘એપિક’ને 500 મિલિયન ડોલરમાં હસ્તગત કરી છે. આ એક્વિઝિશન સાથે બાયજૂએ અમેરિકી બજારમાં પગ મુકી દીધો છે.નોર્થ અમેરિકામાં 1 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજનાના ભાગરૂપે આ ખરીદી કરવામાં આવી છે.
તાજેતરમાં આકાશ ઇનસ્ટીટયુટનું હસ્તાંતરણ થયા પછી એપિક તે બાયજૂ દ્વારા થયેલું બીજું મોટું હસ્તાંતરણ છે. બાયજૂનો અમેરિકીના બજારમાં વિસ્તરણ સાથે ૩૦0 મિલિયન ડોલરના વિદેશી આવકના લક્ષ્યાંકને પુરો કરવામાં મદદ મળશે. હસ્તાંતરણ સંપન્ન થયા પછી પણ એપિકના સ્થાપકો કેવિન દોનાહુએ અને સુરેન માર્કોસિઅન એપિકનું સંચાલન સંભાળવાનું ચાલુ રાખશે. બેંગલુરૃ સ્થિત આ સ્ટાર્ટઅપ્સે અમેરિકી બજારમાં આ બીજું હસ્તાંતરણ સંપન્ન કર્યું છે. જાન્યુઆરી ૨૦૧૯માં બાયજૂએ ૧૨ મિલિયન ડોલરમાં પ્લેફુલ ર્લિંનગ પ્લેટફોર્મ ઓસ્મોનું હસ્તાંતરણ કર્યું હતું. બાયજૂના સ્થાપક અને સીઇઓ બાયજૂ રવિન્દ્રને જણાવ્યું હતું કે,’ એપિક સાથેની અમારી ભાગીદારીને પગલે વિશ્વભરના બાળકો માટે સંવાદ સહિત વાંચનનો અનુભવ બહોળો બનાવવામાં મદદ મળશે. બાળકો જિજ્ઞાસા સાથે ભણતા થાય તે અમારું લક્ષ્ય છે. એપિકનું સર્જન પણ આ લક્ષ્ય સાથે જ થયેલું છે.