By-elections to one Lok Sabha and 5 Assembly seats on December 5

ઉત્તરપ્રદેશમાં લોકસભાની એક અને વિવિધ રાજયોની વિધાનસભાની પાંચ બેઠકો પર 5 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને 8 ડિસેમ્બરે રિઝલ્ટ જાહેર થશે. સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવના નિધનથી મૈનપુરી લોકસભા ખાલી પડી હતી. SP નેતા મોહમ્મદ આઝમ ખાનને ગેરલાયક ઠર્યા હોવાથી ઉત્તર પ્રદેશની રામપુર વિધાનસભા બેઠક ખાલી પડી હતી. રાજસ્થાનના ચુરુ જિલ્લામાં સરદારશહર વિધાનસભા બેઠક કોંગ્રેસના ધારાસભ્ય ભંવર લાલ શર્માના અવસાન પછી ખાલી પડી હતી. મૈનપુરી અને રામપુરની સાથે ઓડિશાની પદમપુર, રાજસ્થાનના સરદારશહેર, બિહારના કુર્હાણી અને છત્તીસગઢના ભાનુપ્રતાપપુર સહિતની વિધાનસભા બેન્કો પર 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે યોજાનારી મત ગણતરી થશે. 

LEAVE A REPLY