પ્રતિક તસવીર (Photo by Christopher Furlong/Getty Images)

ડર્બીશાયરના બક્સટન સ્થિત સ્પ્રિંગ ગાર્ડન્સમાં આવેલા બક્સટન બાર્ગેન્સ સ્ટોરને સગીર વયના લોકોને છરી અને વેપ વેચવા બદલ સધર્ન ડર્બીશાયર મેજિસ્ટ્રેટ દ્વારા તેમને £6,000નો દંડ અને ખર્ચ પેટે £5,000 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાઉન્ટી કાઉન્સિલ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ અધિકારીઓએ સ્ટોર પર જઇને ટેસ્ટ પરચેઝ કરી હતી જે દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરના વોલંટીયરને છરીઓ અને વેપનું કોઈ ઉંમર અથવા ID તપાસ્યા વગર વેચાણ કરવામાં આવ્યું હતું.

બક્સટન મેગા પાઉન્ડ સ્ટોરના કંપની ડિરેક્ટર, માલિક મરિયમ રહેમાને સંખ્યાબંધ આરોપો સ્વીકાર્યા હતા. સગીર વયની વ્યક્તિને ત્રણ કિચન નાઇવ્સ અને ડિસ્પોઝેબલ ઇલેક્ટ્રોનિક સિગારેટ વેચવાના આરોપમાં દોષિત અરજી દાખલ કર્યા બાદ સજા માટે કોર્ટમાં હાજર થયા હતા.

જે લોકો સગીર વયના લોકોને પ્રતિબંધિત ઉત્પાદનોનું વેચાણ કરતા હોય તેઓ સિટીઝન્સ એડવાઈસ કન્ઝ્યુમર હેલ્પલાઈનને 0808 2231133 ઉપર અથવા ક્રાઈમસ્ટોપર્સને 0800 555111 ઉપર જાણ કરી શકે છે.

LEAVE A REPLY