Bumrah will also not play in the ODI series against Sri Lanka
(ANI Photo/ ICC Twitter)

ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિષેનો નિર્ણય ફરી બદલ્યો છે. શ્રીલંકા સામેની બન્ને સીરીઝની ટીમની જાહેરાત કરાઈ ત્યારે તેનો સમાવેશ નહોતો કરાયો, એ પછી અચાનક ગયા સપ્તાહે મંગળવારે બોર્ડે બુમરાહને વન-ડે સીરીઝ માટેની ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. હવે લગભગ એક સપ્તાહ પછી, વન-ડે સીરીઝ શરૂ થવાની છે તેના ગણતરીના દિવસો પહેલા ફરી નિર્ણય બદલી તેને નહીં રમાડવાનો નિર્ણય લીધો છે. 

આ અંગે જાણકાર વર્તુળોના અહેવાલ મુજબ બુમરાહ સંપૂર્ણપણે ફિટ હોવા વિષે અને આ વર્ષે વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે ત્યારે જોખમ નહીં લેવાના અભિગમ સાથે બોર્ડે વલણ બદલી શ્રીલંકા સામેની ત્રણે વન-ડેમાં તેને નહીં રમાડવાનો નિર્ણય લીધો છે. આ મહિનામાં પછીથી ન્યૂ ઝીલેન્ડ સામેની સીરીઝમાં પણ બુમરાહને રમાડાશે કે નહીં તે વિષે હાલમાં કોઈ સંકેતો મળતા નથી. એ સીરીઝ 18 જાન્યુઆરીથી શરૂ થવાની છે. બુમરાહ તેની પીઠમાં તકલીફના કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરથી આરામ અને સારવાર હેઠળ છે. તે ટી-20 વર્લ્ડ કપમાં પણ રમ્યો નહોતો. 

LEAVE A REPLY