રેલવેએ હાઇ સ્પીડ અને સેમીહાઇ સ્પીડ રેલ કોરીડોર માટે છરેલ માર્ગની ઓળખ કરી લીધી છે. આ છ કોરડોરમાં દિલ્હી-જયપુર-ઉદયપુર-અમદાવાદ સહિત દિલ્હી-નોઇડા, આગ્રા, લખનઉ, વારાણસી પણ સામેલ છે.
આ ઉપરાંત તેમાં મુંબઇ-નાસીક, નાગપુર, મુંબઇ-પૂણે, હૈદરાબાદ, ચેન્નઇ-બેંગલુરૂ, મૈસૂર, દિલ્હી, ચંદીગઢ, લુધિયાણા, જલંધર-અમૃતસરનો સમાવેશ થાય છે. રેલવે બોર્ડના અઘ્યક્ષ વી.કે.યાદવે બુધવારે કહ્યું કે ત્રણ રેલ માર્ગ પર પ્રોજેકટ રિપોર્ટને એક વર્ષમાં પૂરા કરી દેવાશે.
રેલવે બોર્ડના અઘ્યક્ષ યાદવે કહ્યું કે 2024 સુધી રેલવેના 17 હજાર કિ.મી.ના ડબલ અને ત્રણ ટ્રેકનું કામ પુરૂ થઇ જશે. ત્યાર પછી સમગ્ર રેલવે નેટવર્કની ટ્રેનો વીજળીથી ચાલશે. ભારતીય રેલવે પાસે કુલ 64 કિ.મી.ના રેલવે ટ્રેક છે. જેમાંથી 17 હજાર કિ.મી. સીંગલ ટ્રેક લાઇન છે. ડબલ રેલવે ટ્રેકથી રેલવે યાત્રાની ગતિ સુધરશે.
દિલ્હી-મુંબઇ અને દિલ્હી-હાવડા રૂટના ટ્રેક અપગ્રેડ કરીને રેલવે ડિસેમ્બર 2024 સુધી 160 કિ.મી. પ્રતિ કલાકની ગતિનું લક્ષ્ય હાંસલ કરી લેશે. હાલ રેલવે રોજ 22 હજારથી વધુ ટ્રેનોનું સંચાલન કરે છે. જેમાં 9 હજાર માલગાડી અને 13 હજાર પેસેન્જર ટ્રેન છે.