સ્વિત્ઝર્લેન્ડમાં બુરખો પહેરવા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે રવિવારે તેના પર લોકમત એટલે કે રેફરેન્ડમ લેવાયો હતો. જનમત સંગ્રહમાં જાહેર સ્થળો પર ફેસિયલ કવરિંગ (બુરખા) પર પ્રતિબંધની દરખાસ્તની તરફેણ કરવામાં આવી હતી.
સત્તાવાર પ્રારંભિક રિઝલ્ટમાં જણાવ્યા અનુસાર સ્વીચ બંધારણમાં સુધારો કરવાની આ દરખાસ્તની તરફેણમાં 52.2 ટકા લોકોએ મત આપ્યો હતો, જ્યારે તેની વિરુદ્ધમાં 48.8 ટકા મતદાન થયું હતું.
આ જનમતથી નાખુશ સ્વિત્ઝર્લેન્ડના મુસ્લિમોનું કહેવું છે કે જમણેરી વિચારધારા ધરાવતા પક્ષો મતદારોને આકર્ષવા માટે મુસ્લિમોને દુશ્મનની જેમ રજૂ કરી રહી છે. અનેક મુસ્લિમોએ ચેતવણી આપી છે કે આ પ્રકારના પ્રતિબંધથી દેશમાં લોકો વચ્ચે મતભેદ વધી શખે છે. સ્વિસ મતદારોએ દુકાનો, રેસ્ટોરાં અને રસ્તા પર ચહેરાને સંપૂર્ણપણે કવર કરવા સામે લોકોને પ્રતિબંધ મૂકવાની પહેલની તરફેણમાં મતદાન કર્યું હતું. જોકે, સ્વિત્ઝર્લેન્ડની સંસદ અને દેશની સંઘીય સરકારની સાત સભ્યોની કાર્યકારી પરિષદે આ જનમત સંગ્રહ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.