Major announcements of India's budget
REUTERS/Adnan Abidi

ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બુધવાર, 1 ફેબ્રુઆરીએ 2023-24ના નાણાકીય વર્ષ માટેનું બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન મધ્યમવર્ગ અને ખાસ કરીને પગારદાર વર્ગને મોટી રાહત આપી છે.

વાર્ષિક ત્રણ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈપણ ટેક્સ નહીં લાગે, જ્યારે રૂ.3થી 6 લાખની આવક પર 5 ટકા, રૂ.6થી 9 લાખની આવક પર 10 ટકા, રૂ.9થી 12 લાખની આવક પર 15 ટકા, 12થી 15 લાખની આવક પર 20 ટકા તેમજ 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

કસ્ટમ ડ્યૂટી, સેસ, સરચાર્જ દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રમકડાં પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 13% કરાઈ છે. તેનાથી હવે રમકડાં સસ્તા થશે. ઉપરાંત સાયકલ પણ સસ્તી કરવામાં આવી છે. લિથિયમ આયન બેટરી પર કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવામાં આવી છે.

અમૃતકાશળમાં મહિલાઓ માટે નવી બચત યોજનાની જાહેરાત કરાઈ છે. નાણાપ્રઘાન નિર્મલા સીતારામણે કહ્યું કે, આ યોજનાનો લાભ બે વર્ષ સુધી ઉઠાવી શકાશે. માર્ચ 2025માં બે વર્ષનો સમયગાળો પૂર્ણ થશે. એટલે કે માર્ચ 2025 સુધી મહિલાઓ 2 લાખ રૂપિયા સુધીનું ‘મહિલા સન્માન બચત પત્ર’ ખરીદી શકશે. આના પર 7.5 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જરૂર પડવા પર આ નાણાંમાંથી અમુક રકમ ઉપાડી શકાશે.

બજેટથી ઈલેક્ટ્રિક વ્હિકલ, કેમેરા લેન્સ, સાયકલ,મોબાઈલના સ્પેર પાર્ટ્સ, સોના-ચાંદીના દાગીના સસ્તા, એલઈડી ટેલિવિઝન, રમકડા, ઈ-બેટરીને કસ્ટમ ડ્યુટીમાં રાહત વગેરે ચીજવસ્તુઓ સસ્તી બનશે.

જોકે વિદેશી કિચન ચીમની, ઈમ્પોર્ટેડ દરવાજા, સિગારેટ અને તમાકુ બનાવટ મોંઘી થશે

સ્ટાર્ટઅપને ટેક્સની રહાત વધુ એક વર્ષ લંબાવાઈ, ચાંદી અને પ્લેટિનિયમ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી વધારાતા આ બંને ધાતુઓ મોંઘી થશે

સિનિયર સિટીઝનોની બચત યોજનાની સીમા 15 લાખથી વધારી 30 લાખ કરાઈ, KYC પ્રોસેસ સરળ કરવા હવેથી દેશભરમાં PAN કાર્ડ ઓળખપત્ર તરીકે માન્ય ગણાશે

PM પ્રણામ યોજનાની શરૂઆત થશે. આ યોજના વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે હશે. ઉપરાંત ગોવર્ધન યોજના હેઠળ 500 નવા પ્લાન્ટ સ્થપાશે.

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કૌશ વિકાસ યોજના 4.0 લોન્ચ કરશે. યુવાઓને આંતરરાષ્ટ્રીય તકો માટે કુશળ બનાવવા વિવિધ રાજ્યોમાં 30 સ્કિલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર સ્થાપવામાં આવશે.

આગામી ત્રણ વર્ષમાં પ્રાકૃતિક ખેતી અપનાવનાર એક કરોડ ખેડૂતોને મદદ કરવામાં આવશે. 10,000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે.

 

LEAVE A REPLY