કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન (ફાઇલ ફોટો). (PTI Photo/Manvender Vashist)

 

નાણાપ્રધાન નિર્મલા સિતારમને મોટી મોટી જાહેરાતો કરી છે. બજેટમાં શિક્ષણ, આરોગ્ય, ખેડૂતો અને ગ્રામીણ ક્ષેત્રો મોટી જાહેરાતો કરાઈ છે. 2.38 લાખ કરોડ રૂપિયા સરકારે કૃષિમાં ફાળવ્યા છે. અહીં સીતારમનના બજેટમાં કયા સેક્ટરમાં કેટલા રૂપિયાની ફાળવણી કરાઈ છે તેની વિગતો રજૂ કરાઈ છે.

100 લાખ કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફળવાશે
99,300 કરોડ રૂપિયા શિક્ષા ક્ષેત્રમાં ખર્ચાશે
69,000 કરોડ સરકારે આરોગ્ય માટે ફાળવણી કરી
22,000 કરોડ ઉર્જાક્ષેત્રમાં ફાળવાયા
6000 કરોડ રૂપિયાનું બજેટ ભારતમાં નેટ કાર્યક્રમમાં વપરાશે
1,480 કરોડ રૂપિયા ટેક્સટાઇલ્સ મિશન માટે વપરાશે
9500 કરોડ રૂપિયા સરકાર વરિષ્ઠ નાગરિકોની યોજનામાં વાપરશે

શિક્ષણ
નોન ગેઝેટેડ પોસ્ટ માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી બનાવાશે
99300 કરોડ એજ્યુકેશન સેક્ટર માટે ફાળવાયા
300 કરોડ સ્કિલ્ડ ડેવલપમન્ટ માટે ફાળવાયા
નેશનલ પોલીસ યુનિવર્સિટી, 11 ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનશે
નવી શિક્ષણનીતિ ટૂંક સમયમાં જાહેર થશે, બે લાખ લોકોએ સૂચનો મોકલ્યા
ગરીબ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એજ્યુકેશન
માર્ચ,2021 સુધી ડિપ્લો માટે 150 નવી સંસ્થા ખોલાશે

ગ્રામીણ
એક લાખ ગ્રામપંચાયતને ફાઈબર ઓપ્ટિક્સથી કનેક્ટ કરાશે
દેશભરમાં પ્રાઈવેટ ડેટા સેન્ટર બનાવવાની મંજૂરી
અનુસૂચિત જાતિ અને પછાતવર્ગના કલ્યાણ માટે 85 કરોડની ફાળવણી
આદિવાસી જાતિ માટે 53700 કરોડની ફાળવણી
ખેડૂતો
6.11 કરોડ ખેડૂતોની આવક વધારવા પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત કરાશે
2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય
દૂધ, માંસ, માછલી માટે કિસાન રેલ યોજનાપાણી
ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા 100 જિલ્લામાં સર્વગ્રાહી જળ સંચય યોજના લાગૂ કરાશે
પાણી પૂરવઠા માટે 3.03 લાખ કરોડની ફાળવણી
અનાજના સંગ્રહ માટે તાલુકા સ્તરે વધુ ગોડાઉન બનાવવાની યોજના માટે વધુ ફંડ ફાળવાશે
આરોગ્ય
હેલ્થ સેક્ટર માટે રૂપિયા 69,000 કરોડની ફાળવણી
સ્વચ્છ ભાર માટે રૂપિયા 12,300 કરોડની ફાળવણી
PPP મોડેલ હેઠળ હોસ્પિટલો તૈયાર કરવામાં આવશે
આયુષ્યમાન સ્કીમમાં નવી હોસ્પિટલ ખોલવામાં આવશે
વર્ષ 2025 સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવામાં આવશે
આયુષ્માન ભારત યોજના સાથે 20 હજાર હોસ્પિટલો જોડાઈ
રેલવે
રેલ્વે સ્ટેશન અને 140 ટ્રેન પીપીપી ધોરણે વિકસાવાશે
ત્રણ નવા એક્સપ્રેસ વે બનશે, 2023 સુધીમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનું કામ પૂર્ણ કરાશે
અમદાવાદ- મુંબઇ વચ્ચે વધુ હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે
550 સ્ટેશનો પર વાઈફાઈ સેવા શરૂ કરાશે
તેજસ જેવી નવી ટ્રેન શરૂ કરાશે, આ નવી ટ્રેનોથી પ્રવાસન સ્થળોને જોડવામાં આવશે
રેલવે ટ્રેકને સમાંતર રેલવેની જ જમીન પર સોલાર પેનલ નાંખીને વીજળી ઉત્પન્ન કરાશે, 27 હજાર કિમી ટ્રેકનું ઈલેક્ટ્રિફીકેશન કરાશે