BSF on alert along Kutch border following internal unrest in Pakistan

પાકિસ્તાનમાં તેના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ ગૃહયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ભારત પણ સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. પાકિસ્તાનમાં સર્જાયેલી આંતરિક અશાંતિનો ફાયદો ઉઠાવીને ભારતમાં ઘૂસણખોરી કે કોઈ પણ પ્રકારનું કાવતરું કરવામાં ન આવે તેના માટે ભારતીય સેનાને એલર્ટ આપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાનને સાંકળતી કચ્છથી કાશ્મીર સુધીની બોર્ડરને એલર્ટ કરવામાં આવી છે. રાજસ્થાન અને ગુજરાતની લેન્ડ બોર્ડર ઉપર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના તમામ યુનિટ કમાન્ડર્સને વિશેષ સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં, ખાસ તો કચ્છમાં આર્મી અને એરફોર્સની અસામાન્ય મુવમેન્ટ જોવા મળી હતી. ભારતીય સેનાની કવીક રિએક્શન ટીમ દ્વારા ભુજના સિવિલ એરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સામાન્ય સંજોગોમાં આર્મીની આ QRT તેના કેન્ટ એરિયામાં તથા તેની આસપાસ પેટ્રોલિંગ કરતી હોય છે. ભુજ અને નલિયાના એરબેઝ ઉપરથી લડાકુ વિમાનની કવાયત (શોર્ટીઝ) કરવામાં આવી હતી. કચ્છની સામે પાર સિંધ પ્રાંતમાં પણ હવે ઇમરાનખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં તોડફોડ અને આગ તેમજ લૂંટફાટ અંગેના બનાવો બન્યા છે. જેમાં આર્મીના મહત્વપૂર્ણ ઈન્સ્ટોલેશન સહીત તેમના સિનિયર ઓફિસરને પણ નિશાન બનવવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY