ક્રિસમસના તહેવારો દરમિયાન 5 દિવસ સુધી અમેરિકા બરફના ભયંકર તોફાનના ચપેટમાં આવ્યું હતું. બોંબ સાઇક્લોનથી આશરે 60 ટકા વસતિ ભારે હિમવર્ષા, હાડ થીજીવી નાખતી ઠંડી, ભારે પવન અને પૂરનો સામનો કરી રહ્યાં છે. લાખો અમેરિકનો ક્રિસમસ પહેલા મુસાફરી કરી રહ્યા ત્યારે આશરે 2,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. હાડ થીજવતી ઠંડીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. 17 લાખથી વધુ ઘરોમાં વીજળી ગૂલ થઈ હતી. હવામાન સંબંધિત ઘટનાઓમાં નવ રાજ્યોમાં ઓછામાં 32 લોકોના મોત થયા હતા.
ઘણા પૂર્વીય રાજ્યોમાં 200,000 થી વધુ લોકો નાતાલની સવારે વીજળી વિના જાગ્યા હતા. ઘણા વધુ લોકોએ તેમની હોલિડે ટ્રાવેલની યોજનાઓ સ્થગિત કરી દીધી હતી, જો કે પાંચ દિવસ સુધી ચાલેલા તોફાન હળવા થવાના સંકેતો દર્શાવે છે.
પૂર્વ અમેરિકામાં 65 મિલિયન લોકોને વીજળી પુરવઠો આપતા ઇલેક્ટ્રિસિટી ગ્રીડ ઓપરેટર PJM ઇન્ટરકનેક્શને 13 રાજ્યોના લોકોને વીજળી બચત કરવાની સલાહ આપી હતી. તીવ્ર ઠંડીને કારણે કેટલાંક પાવર પ્લાન્ટ બંધ થઈ ગયા હતા અને તેથી અંધારપટ સર્જાયો હતો. PJM ડેલાવેર, ઇલિનોઇસ, ઇન્ડિયાના, કેન્ટુકી, મેરીલેન્ડ, મિશિગન, ન્યુ જર્સી, નોર્થ કેરોલિના, ઓહિયો, પેન્સિલવેનિયા, ટેનેસી, વર્જિનિયા, વેસ્ટ વર્જિનિયા અને વોશિંગ્ટન વીજળી સપ્લાય આપે છે.
વિન્ટર સ્ટ્રોર્મનો કેનેડાના ગ્રેટ લેકથી લઇને મેક્સિકો સરહદ પરના રિયોગ્રાન્ડ સુધીનો અસાધારણ મોટો વ્યાપ હતો. અમેરિકાની આશરે 60 ટકા વસતિને વિન્ટર વેધર એડવાઇઝરી અથવા વોર્નિંગ જારી કરાઈ હતી.
હિમવર્ષાથી પેસિફિક નોર્થવેસ્ટનો મોટાભાગનો હિસ્સો બરફમાં ઢંકાઈ ગયો હતો. બીજી તરફ ઉત્તરપૂર્વના લોકો દરિયાકાંઠાના અને આંતરિક પૂરના ભયનો સામનો કરી રહ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અનેક હાઇવે બંધ કરવામાં આવ્યા હતા અને ક્રેશમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા. ઓહાયો ટર્નપાઈક પર લગભગ 50 વાહનોનના અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. કેન્સાસ સિટી, મિઝોરી, એક ડ્રાઇવરનું ગુરુવારે ખાડીમાં લપસી જતાં મૃત્યુ થયું હતું, અને અન્ય ત્રણ લોકો બુધવારે બર્ફીલા ઉત્તરીય કેન્સાસ રસ્તાઓ પર અલગ-અલગ અકસ્માતોમાં મૃત્યુ પામ્યા હતા.
કેનેડામાં વેસ્ટજેટે ટોરોન્ટો પીયર્સન એરપોર્ટ પરથી શુક્રવારે તમામ ફ્લાઇટ રદ કરી હતી. ફ્લોરિડામાં પણ લોકો અસામાન્ય કાતિલ પવનો તૈયાર હતા. ફ્લોરિડાના મોટાભાગના વિસ્તારોમાં અસાધારણ ઠંડા વાતાવરણની વોર્નિંગ અપાઈ હતી. ન્યૂયૉર્કના ગવર્નર કેથી હોચુલે ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. ન્યુયોર્ક સિટીના કેટલાંક વિસ્તારોમાં દરિયા પાણી પર રોડ ઘરોમાં પ્રવેશ્યા હતા. બોસ્ટનમાં, શુક્રવારે દરિયામાં ભરતી સાથે વરસાદને કારણે કેટલાક ડાઉનટાઉન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.