વી સોમવારે (1 માર્ચ) જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન બોરિસ જોન્સને તેને મોટી સિદ્ધિ ગણાવી કહ્યું હતું કે, આ લોકો બીજો ડોઝ પણ લેશે. આરોગ્ય અધિકારીઓએ એવું પણ જણાવ્યું હતું કે, તેમણે માનૌસ વેરિઅન્ટના પ્રથમ બ્રિટિશ કેસીઝ ઓળખી કાઢ્યા છે, તે વધુ ઝડપથી ફેલાઇ શકે છે અને અત્યારે જે રસી આપવામાં આવી રહી છે તે આ વેરીઅન્ટ સામે ઓછી અસરકારક છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે, તેમણે આ વેરિઅન્ટના છ કેસીઝ ઓળખી કાઢ્યા છે, જે બ્રાઝિલના માનૌસ શહેરમાં પ્રથમવાર જોવા મળ્યા હતા. તેમાંથી ત્રણ ઇંગ્લેન્ડમાં અને ત્રણ સ્કોટલેન્ડમાં છે. શનિવારે પ્રથમવાર રસી લેનારાની સંખ્યા 407,503 હતી આથી કુલ રસી લેનારની સંખ્યા 20.09 મિલિયન પર પહોંચી છે.
આ રીતે, પુખ્ય વયના બ્રિટિશ નાગરિકોમાંથી ત્રીજાભાગથી વધુ લોકોએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે. સરકારનો જુલાઇના અંત સુધીમાં તમામ પુખ્તવયના લોકો રસીનો પ્રથમ ડોઝ મેળવી લે તેવો ટાર્ગેટ છે. આ માટે ઇંગ્લેન્ડમાં 60થી 63 વર્ષની વય ધરાવતા લોકોને અંદાજે 2 મિલિયન પત્રો મોકલવામાં આવ્યા છે. એનએચએસ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે, 65 કે તેથી વધુ વયના 10માંથી નવ લોકોને રસ અપાઇ ચૂકી છે. ચાન્સેલર રિશિ સુનાક રસીકરણ કાર્યક્રમ માટે વધારાના 1.65 મિલિયન પાઉન્ડનું ભંડોળ આપવાની જાહેરાત બુધવારના બજેટમાં કરશે.