રશિયાના સાઇબેરિયાથી ફૂંકાતા કાતિલ ઠંડા પવનોને કારણે બ્રિટનમાં ગુરુવારે તાપમાન 56 વર્ષના રેકોર્ડ નીચાં પ્રમાણમાં નોંધાયું હતું. સ્કોટિશ હાઇલેન્ડમાં તાપમાનનો પારો ગગડીને માઇનસ 23 સેલ્શિયલ સુધી ગયો હતો, જે એક વિક્રમ છે.
સ્કોટલેન્ડના બ્રેમાર વિલેજમાં તાપમાન એક સમયે ઘટીને માઇનસ 23 ડીગ્રી સેલ્શિયલ થયું હતું, જે 1955 પછીથી સૌથી નીચું તાપમાન છે. ફેબ્રુઆરીનું તે 1955 પછીનું સૌથી નીચું તાપમાન છે.
બ્રિટનના નેશનલ મીટિઓરોલોજિકલ સર્વિસના જણાવ્યા અનુસાર અમે હવે પુષ્ટી આપી શકીએ છીએ કે ગુરુવારની રાત્રી 23 ફેબ્રુઆરી 1955 પછીની બ્રિટનની સૌથી ઠંડી ફેબ્રુઆરી નાઇટ હતી. તેમાં 1662-1963ના કાતિલ શિયાળાનો પણ સમાવેશ થઈ જાય છે.
સ્કેન્ડિનેવિયા અને રશિયામાં કાતિલ કોલ્ડવેવ પછી બ્રિટનમાં ઘણા દિવસો સુધી બરફની ચાદર પથરાઈ ગઈ હતી. રોડ બ્લોક થયા હતા અને ટ્રફાગ્લર સ્કેવર ખાતેનો ફાઉન્ટન થીજી ગયો હતો. બાળકોએ લંડન પાર્કમાં ટોબોગનની મજા લેવાનો પ્રયાસ કર્યો હતો.