કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ફોરેન ઓફિસ મિનિસ્ટર એન-મેરી ટ્રેવેલિયને દાવો કર્યો છે કે ‘’બહુમતી મુસ્લિમો કોમ્યુનિટી માઇન્ડેડ, શાંત અને પ્રેમાળ છે, ત્યારે બ્રિટીશ મુસ્લિમોનો એક નાનો હિસ્સો “યુકેમાં આપણા જે મૂલ્યો પ્રિય છે” તેને પડકારવા માંગે છે.
ટ્રેવેલિયન ફરજિયાત નેશનલ સર્વિસના સ્વરૂપને ફરીથી રજૂ કરવાની તેમની પાર્ટીની યોજના બાબતે બોલી રહ્યા હતા, જેનો હેતુ “મજબૂત રાષ્ટ્રીય સંસ્કૃતિનું નિર્માણ કરવાનો છે જ્યાં દરેક વ્યક્તિ આપણા દેશને સુધારવા માટે પ્રતિબદ્ધતા ધરાવે છે”.
રિફોર્મ યુકેના માનદ પ્રમુખ નાઇજજેલ ફરાજે જણાવ્યું હતું કે ‘’બ્રિટિશ મૂલ્યોને અનુસરતા ન હોય તેવા યુવાનોની સંખ્યા વધી રહી છે.’’ જ્યારે વધુ પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેમણે સ્પષ્ટપણે બ્રિટિશ મુસ્લિમોને ઓળખી કાઢી દાવો કર્યો હતો કે મતદાન દર્શાવે છે કે તેમાંથી લગભગ અડધા આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપે છે.
જ્યારે ટ્રેવેલિયનને તે બાબતે પ્રતિક્રિયા આપવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેમણે એલબીસી રેડિયોને કહ્યું હતું કે ‘’કેટલાક બ્રિટિશ મુસ્લિમો છે જેઓ તે વર્ણન સાથે મેળ ખાય છે. યુકેમાં વાણી સ્વાતંત્ર્ય, પસંદગીની સ્વતંત્રતાના અવિશ્વસનીય મૂલ્યો છે … આ અવિશ્વસનીય રીતે મહત્વપૂર્ણ મૂલ્યો છે, પરંતુ તેનું પાલન-પોષણ અને સંભાળ રાખવાની જરૂર છે, અને જ્યાં તેમને ધમકી આપનારા હોય ત્યાં આપણે ખાતરી કરવાની જરૂર છે કે આપણે તે માટે તેમની સાથે વ્યવહાર કરીએ. તે કોઈ પણ ધર્મ માટે વિશિષ્ટ સમસ્યા નથી પણ એવા લોકો છે જેઓ આપણા મૂલ્યો અને કાયદાઓ સાથે ઊભા રહેવા માંગતા નથી.”