બ્રિટિશ મ્યુઝિયમ ખાતે 9 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા બ્રિટિશ એશિયન ટ્રસ્ટના વાર્ષિક ડીનરમાં ભારતીય મૂળના અગ્રણી બિઝનેસ, રાજકીય અને સમુદાયના નેતાઓની હાજરીમાં ચેરિટીના નવા અધ્યક્ષ તરીકે લોર્ડ જીતેશ ગઢિયાની નિમણૂક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રિન્સ ચાર્લ્સ, તેમના પત્ની કેમિલા, ચાન્સેલર ઋષિ સુનક અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સહિત કેટલાય અગ્રણીઓ જોડાયા હતા.
મહેમાનોમાં ભારતની અગ્રણી રસી નિર્માતા, સીરમ ઇન્સ્ટિટ્યૂટનમા અદાર પૂનાવાલા અને તેમની પત્ની નતાશા, બાર્કલેઝના નવા સીઈઓ, સીએસ વેંકટકૃષ્ણન; મ્યુઝિક પ્રોડ્યુસર નોટી બોય અને પાકિસ્તાનના નિશાત ગ્રુપના ચેરમેન મિયાં મોહમ્મદ મંશાનો સમાવેશ થાય છે.
પ્રિન્સ ચાર્લ્સે કહ્યું હતું કે “હું વિશ્વાસ નથી કરી શકતો કે આજથી લગભગ બે વર્ષ પહેલા મારી “મહેબૂબા” અને હું બંને બ્રિટિશ એશિયન ટ્રસ્ટના કાર્યોની ઉજવણી કરવા માટે તમારી સાથે રહી શક્યા હતા. ત્યારથી, સમગ્ર વિશ્વમાં, કોવિડ -19 થી ભયંકર જાનહાનિ થઈ છે અને અમે ખાસ કરીને સમગ્ર દક્ષિણ એશિયામાં વિનાશક અસર જોઈ છે. આ સૌથી પડકારજનક સમયમાં, બ્રિટિશ એશિયન ટ્રસ્ટે ચાર નોંધપાત્ર ભંડોળ ઊભુ કરવાની અપીલ ચલાવી લગભગ £20 મિલિયન એકત્ર કર્યા છે. આવા મુશ્કેલ વાતાવરણમાં તે ખરેખર નોંધપાત્ર સિદ્ધિ છે.’’
રોગચાળા દરમિયાન, ટ્રસ્ટે “ઓક્સિજન ફોર ઈન્ડિયા અપીલ” દ્વારા £5 મિલિયન એકત્ર કર્યા હતા. ટ્રસ્ટના વિમેન્સ ઇકોનોમિક એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ માટે એકત્ર કરાયેલા દાન જેટલું જ £2 મિલિયનનું ભંડોળ યુકે સરકાર પાસેથી પણ મળ્યું હતું. જે 10,000 પાકિસ્તાની મહિલાઓને નોકરી શોધવા અથવા વ્યવસાય શરૂ કરવામાં મદદ કરશે.
પ્રિન્સ ચાર્લ્સ અને બ્રિટિશ એશિયન બિઝનેસ લીડર્સ દ્વારા 2007માં સ્થપાયેલ, ટ્રસ્ટ પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ગરીબી, અસમાનતા અને અન્યાયનો સામનો કરવા મદદ કરે છે.
આઉટગોઇંગ ચેર મનોજ બદાલેએ જણાવ્યું હતું કે, “એકત્ર કરાયેલ ભંડોળ અમને કોવિડ-19 પછી દક્ષિણ એશિયામાં શિક્ષણ, આજીવિકા, માનસિક સ્વાસ્થ્ય, એન્ટિ-ટ્રાફિકિંગ અને સંરક્ષણના ક્ષેત્રોમાં મોટા પાયે પરિણામ-કેન્દ્રિત કાર્યક્રમો આપવાનું ચાલુ રાખવામાં મદદ કરશે.”
આ કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટ એમ્બેસેડર, બીબીસી બ્રોડકાસ્ટર નિહાલ અર્થનાયકે, બીબીસી, અને બીટી સ્પોર્ટ અને બીબીસી માટે સ્પોર્ટ્સ પ્રેઝન્ટર રેશ્મીન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં હાજરી આપનારા મહેમાનોમાં ફિલ્મ નિર્માતા ગુરિન્દર ચઢ્ઢા, અભિનેતા નીતિન ગણાત્રા, ભૂતપૂર્વ લિવરપૂલ અને વેલ્સ ફૂટબોલર ઇયાન રશ, ફેશન ડિઝાઇનર્સ શાંતનુ અને નિખિલ, લોયડ્સ બેન્કિંગ ગ્રુપના વિમલેશ મારુ, રેકિટના લક્ષ્મણ નરસિમ્હન અને ડીજે નીવનો સમાવેશ થાય છે.