વડા પ્રધાન ઋષિ સુનકે આફ્રિકન-અમેરિકન વારસો ધરાવતા પ્રિન્સ હેરીની પત્ની મેઘન માર્કલ પર હુમલો કરનાર ભૂતપૂર્વ ટેલિવિઝન પ્રેઝન્ટર અને કટારલેખક જેરેમી ક્લાર્કસન દ્વારા કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણી પરના ઉગ્ર વિવાદ વચ્ચે રેસીઝમ બાબતે યુકેના રેકોર્ડનો બચાવ કર્યો હતો. સુનક સોમવારે લેટવિયન રાજધાની રીગાની મુલાકાત દરમિયાન પત્રકારોએ જ્યારે જાતિવાદ વિષે વાત કરી ત્યારે પોતાના ભારતીય વારસા અંગે વાત કરી હતી.
સુનકે જણાવ્યું હતું કે “હું બિલકુલ માનતો નથી કે બ્રિટન એક રેસીસ્ટ દેશ છે. હું આશા રાખું છું કે આપણા દેશના પ્રથમ બ્રિટિશ એશિયન વડા પ્રધાન તરીકે જ્યારે હું આ કહું છું ત્યારે તે હકિકત થોડું વજન ધરાવે છે. તમે જાણો છો, મને આપણા દેશ, તેની સંસ્કૃતિ, તેની સ્થિતિસ્થાપકતા, તેની સુંદરતા પર ખરેખર ગર્વ છે. અને વાસ્તવમાં, તે ચેમ્પિયન બ્રિટન છે. રાજાશાહી જેવી સંસ્થાઓ માટે તે એક મોટો વિશેષાધિકાર છે.’’
વિવાદાસ્પદ ‘હેરી એન્ડ મેઘન’ ડોક્યુમેન્ટરી તાજેતરમાં નેટફ્લિક્સ પર પ્રસારિત થયા બાદ ક્લાર્કસને ‘ધ સન’ માં મેગન માર્કલને “સેલ્યુલર સ્તરે” ધિક્કારવા અંગે લેખ લખ્યો હતો જેના પર સુનક પ્રતિક્રિયા આપી રહ્યા હતા.
ક્લાર્કસનની કોલમ બાબતે ઈન્ડિપેન્ડન્ટ પ્રેસ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (IPSO) ને 6,000 થી વધુ ફરિયાદો મળતા લેખક અને અખબારે વેબસાઈટ પરથી કોલમ દૂર કરી હતી. બીજી તરફ ફ
60 થી વધુ ક્રોસ-પાર્ટી બ્રિટિશ સાંસદોએ ‘ધ સન’ના એડિટર વિક્ટોરિયા ન્યૂટનને પત્ર લખીને ક્લાર્કસન સામે પગલાં લેવાની માંગ કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે મેગન માર્કલને ધમકીઓ મળી હતી અને ક્લાર્કસન જેવી કૉલમ “દ્વેષ અને હિંસાના અસ્વીકાર્ય વાતાવરણ” માં ફાળો આપે છે.