ચીન બાદ વિશ્વના અનેક દેશોમા કોરોના વાઈરસે દેખા દીધી છે. ત્યારે બ્રિટનના સાંસદ અને સ્વાસ્થ્ય મંત્રી નદિન ડૉરિસનો પણ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમણે મંગળવારે આપેલા એક નિવેદનમા જણાવ્યુ હતુ કે, મારો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને હું મારા પરિવારથી અલગ રહુ છું. મંત્રી નદિન કઈ રીતે અને ક્યાં વાઈરસના સંપર્કમા આવી તે બાબતની તપાસ ચાલી રહી છે.
કોરોના વાઈરસ સામે લડવા કાનૂની નિયમો તૈયાર કરવામા મદદ કરનાર ડૉરિસ બ્રિટેનના પહેલા રાજનેતા છે. જે કોરોના વાઈરસથી સંક્રમિત છે. તપાસ થઇ રહી છે કે તેમણે જેની સાથે મુલાકાત કરી તે લોકો પણ આ વાઈરસથી સંક્રમિત થયા તો નથી. એક રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક દિવસોમા તે ઘણા લોકોના સંપર્કમા આવ્યા છે. જેમા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનનો પણ સમાવેશ થાય છે.
નદિન ડૉરિસ શુક્રવારે બીમાર પડ્યા. જો કે તે દિવસે જ તેમણે કોરોના વાઈરસને નોટિફાઈબલ રોગની યાદીમા સમાવવા માટેના નિયમ પર હસ્તાક્ષર કર્યા હતા. જેનો મતલબ એ છે કે, કોરોનાની સામે કંપનીઓ ઈન્સ્યોરન્સ કવર લઈ શકે છે. બ્રિટનમા કોરોના વાઈરસથી 6ના મૃત્યુ નીપજ્યા છે તેમજ 373 લોકો સંક્રમિત થયા છે. નદિન ડૉરિસે જણાવ્યુ કે, હું NHS સ્ટાફનો આભાર માનુ છુ કે, તેમણે મને સાચી સલાહ અને સહયોગ આપ્યો છે. નદિન ડૉરિસના કોરોના વાઈરસથી સંક્રમિત થયા બાદ માનવામા આવે છે કે, બ્રિટનનુ સંસદ સ્થગિત કરવામા આવશે.
