‘HM સરકારના સહયોગથી પ્રસ્તુત’

કેન્સર રિસર્ચ યુકેનું વિશ્લેષણ દર્શાવે છે કે દર બેમાંથી એક વ્યક્તિ તેમના જીવનકાળમાં કેન્સર વિકસાવે છે અને દર વર્ષે લગભગ 375,400 કેસોનું નિદાન થાય છે.

જ્યારે કોષો અનિયંત્રિત રીતે વિભાજિત થાય ત્યારે કેન્સર થાય છે, અને તેની જો સારવાર કરવામાં ન આવે તો, આ અસામાન્ય કોષો શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે.

વિશાળ શ્રેણીને કારણે લક્ષણો દેખાઇ શકે છે અને મોટાભાગે તે કેન્સરને કારણે હોતા નથી. પરંતુ જો તે કેન્સર હોય, તો વહેલું નિદાન જીવન બચાવી શકે છે અને આપણાં અસ્તિત્વમાં વધારો કરી શકે છે અને તેથી તે અસામાન્ય અથવા સતત ફેરફારોને તપાસવા જરૂરી છે.

“હું જાણું છું કે મારા પ્રારંભિક નિદાન અને સારવારને કારણે જ હું હજી પણ અહીં છું”

49 વર્ષીય શામિલા મિર્ઝાને તેના સ્તનમાં વટાણાના આકારની ગાંઠ જોવા મળી હતી. તેથી તેણે તેના જીપી સાથે એપોઇન્ટમેન્ટ બુક કરતાં તેને ટેસ્ટ માટે નોર્થ માન્ચેસ્ટર જનરલ હોસ્પિટલના બ્રેસ્ટ ક્લિનિકમાં રિફર કરવામાં આવી હતી.

બે બાળકોની માતાને સ્તન કેન્સર હોવાનું નિદાન થતાં આઘાત લાગ્યો હતો પરંતુ કહે છે કે તેના પરિવારના સમર્થનથી તેણીને આ રોગનો સામનો કરવાની શક્તિ મળી હતી.

શામિલાની માસ્ટેક્ટમી (એક ઓપરેશન જ્યાં સ્તન પેશી દૂર કરવામાં આવે છે) અને તેના સ્તનનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ કીમોથેરાપી સારવાર આપવામાં આવી હતી. પ્રતિભાવ આપતાં તેણી કહે છે કે: “કેન્સરનો સામનો કરવા માટે મને હિંમત આપવા હદલ હું NHS અથવા મારા પરિવારનો પૂરતો આભાર માની શકતી નથી. હું જાણું છું કે મારું વહેલું નિદાન અને સારવારના કારણે જ હું હજી પણ મારા પરિવાર સાથે, ખાસ કરીને મારા પુત્રો ઝાકિર અને ઝૈન માટે અહીં છું.”

2019માં, શામિલાએ કેન્સરમાંથી સાજા થવાની યાદને ચિહ્નિત કરતી એક વિશેષ પાર્ક બેન્ચનું અનાવરણ માન્ચેસ્ટરમાં કર્યું હતું. તે રોગનો સામનો કરવામાં ગેમ-ચેન્જીંગ પ્રગતિ કરી રહેલા વૈજ્ઞાનિકો, ડોકટરો અને નર્સોને સલામ કરે છે.

તેણીની બેંચ પર લખાયું છે કે: “શામિલા મિર્ઝાને અહીં બેસવું ગમતું હતું… અને હજુ પણ તેને બેસવું ગમે છે, જે કેન્સર સંશોધનમાં થયેલી પ્રગતિને આભારી છે.”

તમારી મદદ માટે અમને મદદ કરો

જો તમારા શરીરમાં કંઈક યોગ્ય ન લાગે અથવા તમે નીચે જણાવ્યા મુજબના કોઈપણ લક્ષણોનો અનુભવ કરો તો તમારી GP પ્રેક્ટિસનો સંપર્ક કરો. કેટલાક લક્ષણો નોટિસ કરવા મુશ્કેલ હોઈ શકે છે:

 

  • શ્વાસની તકલીફ
  • વારંવાર ચેપ લાગવો
  • ન સમજાય તેવો રાત્રે ભારે, ભીંજવી દે તેવો પરસેવો થવો
  • અસ્પષ્ટ રીતે વજન ઘટવું
  • શરીર પર ગમે ત્યાં, જેમ કે ગરદન અથવા બગલમાં અસામાન્ય ગાંઠ થવી
  • અનપેક્ષિત અથવા ન સમજાય તેવા ઉઝરડા અથવા રક્તસ્રાવ.
  • ગળવામાં મુશ્કેલી થવી
  • મટતા ન હોય તેવા મોઢાના ચાંદા
  • મોં અને ગળામાં સફેદ કે લાલ ધબ્બા
  • તમારા પેશાબમાં લોહી જાય
  • તમારા મળમાં લોહી, જે લાલ કે કાળું દેખાતું હોય

ત્રણ અઠવાડિયા કે તેથી વધુ માટે:

  • ઉધરસ અથવા હાલની ઉધરસમાં ફેરફાર થાય
  • અવાજમાં ફેરફાર જેમ કે કર્કશતા આવે
  • પેટની તકલીફ, જેમ કે અસ્વસ્થતા લાગે અથવા પેટ ફૂલે
  • કારણ વગર થાક અને અસ્વસ્થતા અનુભવાય
  • છાતીમાં બળતરા અથવા અપચો
  • તમારા બાઉલની આદતોમાં ફેરફાર થાય, જેમ કે ઝાડા અથવા કબજિયાત, અથવા અસામાન્ય રીતે નિસ્તેજ અથવા ચીકણું મળ આવે
  • ન સમજાય તેવી પીડા અથવા અસ્વસ્થતા

તેમાં કશુ ગંભીર ન હોઈ શકે, પરંતુ કેન્સરને વહેલું શોધવાથી તે વધુ સારવાર યોગ્ય બને છે. જો તમે તમારા જી.પી.નો સંપર્ક કરો અને તેમને કેન્સર વિશે ચિંતા હોય, તો તેઓ તમને કેટલાક ટેસ્ટ્સ કરવા માટે કહી શકે છે, જેમ કે છાતીનો એક્સ-રે કરાવવા અથવા હોમ ટેસ્ટ કીટ પૂર્ણ કરવી જે તમારા મળમાં છુપાયેલા લોહીના નિશાનોને શોધે છે અથવા તમને નિષ્ણાત પાસે મોકલવા રીફર કરે છે.

શરીર પ્રત્યે જાગૃત રહો

  • કેન્સરના ચિહ્નો અને લક્ષણો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય છે.
  • શરીર પ્રત્યે જાગૃત રહો – જો કંઈક યોગ્ય ન લાગે તો તમારી GP પ્રેક્ટિસનો સંપર્ક કરો.
  • તે કશું ગંભીર ન હોઈ શકે, પરંતુ કેન્સરને વહેલું શોધવાથી તે વધુ સારવાર યોગ્ય બને છે અને જીવન બચાવી શકે છે.
  • કેન્સરને નકારી કાઢવા માટે, તમારા જીપી તમને ટેસ્ટ્સ માટે મોકલી શકે છે. પરિણામ ગમે તે હોય, NHS તમારા માટે હાજર છે.
  • વધુ માહિતી માટે nhs.uk/cancersymptoms પર જુઓ

 

LEAVE A REPLY