યુકે સરકારના સહયોગથી
કોફી શોપથી લઈને ટેક કંપનીઓ સુધી, ફર્લો યોજનાનું વિસ્તરણ નાની કંપનીઓને આશ્વાસન આપે છે કે તેઓ કર્મચારીઓને જાળવી રાખી શકે છે અને પગારની ચૂકવણી કરી શકે છે, માંગ ઓછી હોય ત્યારે કેશ ફ્લોને વેગ આપે છે, સાથે તે વસંત ઋતુના આગમન સુધી સલામતી જાળવી શકે છે જેની તેમને જરૂર છે.
બીન + બ્રૂ, લંડન, ‘હોસ્પિટાલિટી માટે સતત ટેકો નિર્ણાયક છે’
ઘણી રીતે, કોફી અને શિયાળો સાથે સાથે જાય છે: તે હાડ થિજાવતી ઠંડીમાં સંપૂર્ણ મલમ તરીકે કામ કરે છે.
જો કે, રિમોટ વર્કિંગમાં વધારા અને ફુટફોલના ઘટાડા સાથે ગ્રાહકની અનિશ્ચિતતાના ચાલુ સ્તરે ઘણા કોફી શોપના માલિકોને આગામી મહિનાઓ વિશે અસ્પષ્ટ બનાવ્યા છે.
લંડન સ્થિત કોફી બાર બીન + બ્રૂના સ્થાપક અને ડિરેક્ટર મિશેલા કેરીઆકૌ કહે છે, “શિયાળો સામાન્ય રીતે સારી મોસમ હોય છે, પરંતુ લોકો આવતાં નથી અને વધુ લોકડાઉનથી ગ્રાહકોના આત્મવિશ્વાસને અસર થાય છે, મને ખબર નથી કે તેઓ તેમના ઘરને આરામદાયક પીણા માટે છોડશે કે કેમ.”
જો કે, સમાચાર છે કે કોરોનાવાયરસ જોબ રીટેન્શન સ્કીમ (ફર્લોફિંગ)ને 31 માર્ચ 2021 સુધી લંબાવવામાં આવી છે જે કેરીઆકૌને મલમ લગાવવાનું કામ કરે છે. તે કહે છે, “આનો અર્થ એ છે કે મેં મારા બધા ચાર સ્ટાફને જાળવી રાખ્યા છે. હા, ફર્લોઇંગ હજી પણ બિઝનેસને ખર્ચ કરાવે છે, પરંતુ આ ખર્ચ ફરલો થનાર કર્મચારી સભ્યો પગાર તરીકે મેળવે છે તેનાથી સંબંધિત છે. તેથી તે વધુ પોષાય તેવું છે.”
આ યોજનામાં રજૂ કરવામાં આવેલી એક નવી કલમનો અર્થ એ છે કે 23 સપ્ટેમ્બરના રોજ અથવા તેના પછી કોઈપણને રીડન્ડન્ટ કરવામાં આવ્યા હોય તો તેમને ફરીથી રિહાયર કરી શકાશે અને ફર્લો પર પાછા લાવી શકાશે. ઑક્ટોબરમાં સ્ટાફના એક સભ્યને રીડન્ડન્ટ બનાવવાનો મુશ્કેલ નિર્ણય લીધા પછી, કેરીઆકૌ કહે છે કે સુધારેલી યોજના બીન + બ્રૂને આ કર્મચારીને પે રોલ પર રાખવાની મંજૂરી આપે છે. તેણી કહે છે કે, “તેણીની રીડન્ડન્સીને પાછી ખેંચી લેવાનો અર્થ એ છે કે મેં આ વર્ષે મારી બધી ચાર ટીમને જાળવી રાખી છે.”
જ્યારે માર્ચમાં પ્રથમ લોકડાઉન આવ્યું હતું ત્યારે બીન + બ્રૂએ તેનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો હતો. બારીસ્ટાની તાલીમ લેવા માટે ચાર મોટી એકાઉન્ટન્સી કંપનીમાંની તેની કોર્પોરેટ ટેક્સની નોકરી છોડી દઇ, કેરીઆકૌએ કેફે સ્થાપિત કરવા સખત મહેનત કરી હતી. તે કહે છે કે ત્રણ મહિના સુધી સ્ટોર બંધ કરવો એ “ગટ્ટીંગ” હતું, પરંતુ આ સમય દરમિયાન સ્ટોરે ઑનલાઇન વેચાણ શરૂ કર્યું હતું. જેમાં કેરીઆકૌ અને તેના પિતા લંડનની આજુબાજુમં કોફીની ડીલીવરી કરતા હતા. કેરીઆકૌએ આ સમયગાળા માટે તેના કર્મચારીઓને ફર્લો પર રાખ્યા હતા, જેનાથી તે આત્મવિશ્વાસ અનુભવે છે કે આ યોજના બીન + બ્રૂને ફરી એકવાર લાભ કરશે.
તેણી કહે છે, “અમારી પાસે પહેલા પાર્ટ-ટાઇમ ફર્લોઇંગ હતું, તેથી અમે જાણીએ છીએ કે તે કેવી રીતે કાર્ય કરે છે. તે માત્ર પરિચિત જ નથી, પરંતુ તે અસરકારક પણ છે – ફર્લોઇંગે ચોક્કસપણે તેનું કામ કર્યું છે. બિઝનેસ માલિક તરીકે, મને માનસિક શાંતિ મળી છે કે મારી ટીમ સુરક્ષીત છે. તેણીનું માનવું છે કે ફર્લોઇંગ એક્સ્ટેંશન સ્કીમ અન્ય હોસ્પિટાલિટી કંપનીઓને સહાય કરી શકે છે: “ઉદ્યોગ હજી વૂડ્સમાંથી બહાર આવ્યો નથી, પરંતુ તેને ચાલુ રાખવા માટે સતત ટેકો નિર્ણાયક છે.”
કેરીઆકૌએ આશા વ્યક્ત કરી છે કે આ રોગચાળામાંથી ચાંદીની એક કિનાર નીકળવાનું ચાલુ રહેશે. “આ કટોકટી સ્થાનિક વ્યવસાયો, સમુદાયનો મુખ્ય ભાગ છે એ ઘરે લાવ્યું છે: લોકો સ્થાનિક દુકાનોની મુલાકાત લેવા માટે નીકળી રહ્યા છે, અને અમે અમારા ગ્રાહકોને વધુ વ્યક્તિગત રીતે ઓળખીએ છીએ. આખરે, અમે આતિથ્યના વ્યવસાયમાં છીએ, માત્ર કોફી વેચતા નથી.”
ક્રિએટિવ ગાર્ડન્સ, નોર્ધર્ન આયર્લેન્ડ, ‘લૉકડાઉન અંતર્ગત ફર્લો સ્કિમ મહત્વપૂર્ણ છે’
નવેમ્બર દરમિયાન, યુકેના 2,000 અથવા તેથી વધુ ગાર્ડન સેન્ટર્સ ક્રિસ્ટમસ ટિન્સેલ, ગાર્લેન્ડ્સ અને એલ્વ્સ સાથે ઉભરાયા હતા. આ ઉત્સવની બહાર ગાર્ડન સેન્ટર્સના મિશ્ર વર્ષનો અંત લાવે છે. હોર્ટીકલ્ચર ટ્રેડ એસોસિએશનના જણાવ્યા અનુસાર વસંત ઋતુ દરમિયાન અસ્થાયી રૂપે બંધ થવું પડ્યું હોવાથી, ઉનાળા દરમિયાન 60% જેટલા વેચાણના અહેવાલ સાથે તેમાં પાછો ઉછાળો આવ્યો હતો. નોર્ધર્ન આયર્લેન્ડમાં ત્રણ સાઇટ્સ ચલાવતા કૌટુંબીક માલિકીના ક્રિએટિવ ગાર્ડન્સના ફાઇનાન્સ ડિરેક્ટર ફિલિપ ગેસ કહે છે, “લોકડાઉન લાઇફે ઘર અને બગીચામાં વધુ રસ ઉભો કર્યો છે.” છતાં, આ ઉછાળા છતાં, ગેસ કહે છે કે પેઢીની કેફે સારી ચાલતી નથી.
ઑક્ટોબરના મધ્યમાં, નોર્ધર્ન આયર્લન્ડે ચાર અઠવાડિયાના આંશિક લોકડાઉનની ઘોષણા કરી હતી, જેણે ટેકઅવે અને ડિલિવરી સિવાયના આતિથ્ય ક્ષેત્રને બંધ રાખ્યુ હતુ. પરિણામે, ક્રિએટિવ ગાર્ડન્સની કેફે આ વર્ષે બીજી વખત બંધ થઈ, પરંતુ યુકે સરકારની ફર્લો યોજનાના વિસ્તરણથી હવે કંપનીને લાભ મળી શકશે. તે કહે છે કે ” ખાસ કરીને જો કેફે અને આતિથ્ય બંધ હોય તો, ખરાબ હવામાન અને ઘેરી સાંજને કારણે ઓછા લોકો ગાર્ડન સેન્ટર્સમાં ખરીદી કરે છે. જ્યારે આપણે આવા પ્રતિબંધો હેઠળ હોઈએ ત્યારે [ફર્લો એક્સ્ટેંશન] યોજના મહત્વપૂર્ણ બને છે.”
ગેસ કહે છે કે ‘’ફર્લોઇંગ એક્સ્ટેંશનની સુગમતા એ બીજો ઉમેરો છે, કારણ કે તે જ્યારે પણ ગ્રાહકની માંગમાં વધારો થાય છે ત્યારે ક્રિએટિવ ગાર્ડન્સને ફર્લોડ સ્ટાફને ફરીથી જોડવા માટે સક્ષમ બનાવે છે. તે કહે છે, “અમે તેમના ટેકા માટે તેમની પાત્રતાને અસર કર્યા વિના, અમને કોની અને ક્યારે જરૂર છે તેમને લાવવા સક્ષમ છીએ. આનો અર્થ એ છે કે અમે લોકોની નોકરી ત્યાં સુધી ખુલ્લી રાખી શકીશું, જ્યાં સુધી અમને તેમની સંપૂર્ણ જરૂર ન પડે; ખાસ કરીને આ કેસ શિયાળા અને નાતાલના સમય માટે છે.”
વસંત ઋતુના લોકડાઉન દરમિયાન, ક્રિએટિવ ગાર્ડન્સે તેના લગભગ 190 કર્મચારીઓને ફર્લો પર મૂક્યા હતા. ગેસ આ યોજનાને શ્રેય આપે છે કે જેથી તેઓ લગભગ બધા સ્ટાફને વ્યવસાયમાં રાખી શક્યા છે. તેમને વિશ્વાસ છે કે વિન્ટર ઇકોનોમિક પગલાથી 1980ની સાલમાં તેની માતાએ સ્થાપેલા આ બિઝનેસનો વિકાસ કરવામાં મદદ મળશે.
તે કહે છે, “અમારી પાસે વિસ્તરણની યોજના છે અને કોવિડ-19 ને માર્ગમાં નહિં આવવા દેવા કટિબધ્ધ છીએ. “આ [પગલાં]નો અર્થ છે કે આપણે નોકરીઓને જાળવી શકીશું અને એકવાર પ્રતિબંધો હટાવ્યા પછી અમે જ્યાંથી નીકળ્યા હશું ત્યાંથી શરૂ કરી શકીશું. તે અમને અને અમારા કેફેના કર્મચારીઓને માનસિક શાંતિ આપે છે. જો તેનો પરિચય ન કરાયો હોત, તો મને ખાતરી નથી કે અમે શું કર્યું હોત.”
ગીયર્ડએપ, એડિનબરા, ‘જો અમને જરૂર જણાશે તો, જોબ રીટેન્શન સ્કીમ ત્યાં છે’
જો કોરોનાવાયરસે કંઈ પણ બતાવ્યું છે, તો તે એ અણધારી ઘટનાઓ છે જે કોઈપણ સમયે સર્જાતી હોય છે. તેમ છતાં ઘણા નાના બિઝનેસીસે વેપારને રોગચાળા પૂર્વના સ્તર પર પાછો જતા જોયો છે, જાન્યુઆરીના અંતમાં આયોજિત સરકારી સમીક્ષા સાથે – જો શિયાળા દરમિયાન સંજોગો બદલાશે તો આ કંપનીઓને ખાતરી છે કે ફર્લોઇંગ એક્સ્ટેંશન 31 માર્ચ 2021 સુધી ઉપલબ્ધ છે.
ઘણા નાના બિઝનેસીસે વેપારને રોગચાળાના પૂર્વ સ્તરે પરત જોયો છે, ફક્ત તે જાણીને કે જાન્યુઆરીના અંતમાં ઘડી કાઢેલી સરકારની સમીક્ષા સાથે – 31 માર્ચ 2021 સુધી ફર્લોઇંગ એક્સ્ટેંશન ઉપલબ્ધ છે – જે શિયાળા દરમિયાન સંજોગો બદલાશે તો આ કંપનીઓને આશ્વાસન આપે છે.
એડિનબરા સ્થિત ગીયર્ડએપ એ 1.2 મિલિયન એમ્પ્લોયરોમાંની એક છે કે જેમણે ફર્લો યોજનાનો ઉપયોગ કર્યો. સદભાગ્યે, સોફ્ટવેર કંપની માટે ફરીથી ધંધો સમૃદ્ધ થઈ રહ્યો છે, જે એનએચએસ અને ઔડિસ જેવા ગ્રાહકો અને હોમલેસ વર્લ્ડ કપ ફાઉન્ડેશન જેવા નોનપ્રોફિટ્સ ઓર્ગેનાઇઝેશન્સ માટે એપ્લિકેશન્સ અને પ્લેટફોર્મ વિકસાવે છે. જેમ કે, આ સમયે ગીયર્ડએપ તેના 14 સ્ટાફના સભ્યોને ફર્લો કરવા માટે યુકે સરકારના કોઈપણ સપોર્ટનો ઉપયોગ કરશે નહીં, પરંતુ જો ગ્રાહકો તેમના પર્સની સ્ટ્રીંગ્સને કડક કરશે તો તે ધ્યાનમાં લેશે.
સહ-સ્થાપક અને ડિરેક્ટર લારા ફીન્ડલે કહે છે કે “તે જાણવું સારું છે કે જો વિકલ્પની જરૂર પડશે તો તે ત્યાં છે. જો આપણે કડક પ્રતિબંધો સાથે બીજા લોકડાઉનમાં જઈશું તો તેનો અર્થ એ છે કે બિઝનેસીસ ધીમા થઈ શકે છે. અમારી પાસે હોસ્પિટાલીટીમાં કામ કરતા ક્લાયન્ટ્સ છે; જો તેમની કામગીરી ધીમી પડશે, તો તે અમારા પર અસર કરી શકે છે.”
પાછલા માર્ચમાં, આવું જ થયું હતું. 2013માં નેપીઅર યુનિવર્સિટીમાં પેઢી શરૂ કરવામાં મદદ કરનાર ફીન્ડલે કહે છે, “બધું જ જાણે કે સુકાઈ ગયું હતું.” (ગીયર્ડએપે તેની પ્રથમ જોબ એડિનબરા કેપિટલ્સ આઇસ હોકી ટીમ માટે એપ્લિકેશન બનાવીને કરી હતી). તે કહે છે કે, “મોટાભાગનો બિઝનેસ એકદમ બંધ થઈ ગયો હતો, જેનો અર્થ એ થયો કે અમારા કેશ ફ્લોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો. અમારા સૌથી મોટા ગ્રાહકોમાંના એક ઇવેન્ટ આધારિત પ્લેટફોર્મ છે અને તેઓએ પ્રોજેક્ટની મધ્યમાં જ કામ બંધ કરી દીધું. અમને ખબર નથી કે બાબતો કેવી રીતે સમાપ્ત થશે.”
કોરોનાવાયરસ જોબ રીટેન્શન સ્કીમ હેઠળ બે કર્મચારીઓને ફર્લો કરવાથી આ ભય દૂર કરવામાં મદદ મળી. ફીન્ડલે કહે છે, “આ બંને સ્ટાફ સભ્યોને ફર્લો કરવા માટે સક્ષમ બનવું [તેઓ સપ્ટેમ્બરમાં પાછા ફર્યા] એ અમારા માટે મોટી મદદ હતી, કારણ કે તેનો અર્થ એ હતો કે અમે થોડી અનામત બનાવી શકીશું. તે પછીના કેટલાક મહિનાઓ માટે અમને કેટલા સંસાધનોની જરૂર છે તેની આકારણી કરવામાં અને ફરીથી અમારા પગ પર પાછા ઉભા રહેવામાં મદદ મળી.”
નવી યોજના ફ્લેક્સીબલ ફર્લોઇંગ પ્રદાન કરે છે, જે કર્મચારીઓએ કામ ન કર્યું હોય તે કલાકોના પગારના 80 ટકા સરકારના ભંડોળ સાથે પાર્ટ-ટાઇમ કામ કરવાની મંજૂરી આપે છે, જે મહિનામાં મહત્તમ £2,500 સુધી મર્યાદિત છે.’ ફીન્ડલે કહે છે, “કોઈને કામ પર પાર્ટ-ટાઇમ પાછું લાવવું એ બધુ અથવા કંઈ ન કરતાં હોય તેના કરતાં વધુ સારું છે, ખાસ કરીને જ્યારે કામમાં વધારો થાય છે.’’
આવતા કેટલાક મહિનાઓ માટે, ફીન્ડલે કહે છે કે ગીયર્ડએપ (જેને તેણી “ટેક-ફોર-ગુડ” ફર્મ તરીકે વર્ણવે છે) બિઝનેસીસને ડિજિટલ દ્રષ્ટિકોણથી તેમના પગ પર પાછા આવવા માટે મદદ કરવા ઉકેલો કરવામાં વ્યસ્ત રહેશે. તે માને છે કે શિયાળાના અર્થતંત્રના પગલાથી આ ક્લાયન્ટ્સને ફાયદો થઈ શકે છે.
તે કહે છે, “બિઝનેસીસ પાછલા વર્ષ કરતા આ પ્રકારના પ્રવાહમાં છે – મને આનંદ છે કે તેમના માટે સુરક્ષા છે. અમે જોઈશું કે આગળના લોકડાઉન પ્રતિબંધો સાથે શું થાય છે, પરંતુ આ યોજનાઓ ઉપલબ્ધ છે તે જાણતા સારું લાગે છે. અમને જેની જરૂર હોવી જોઈએ તેની અમારા માટે શક્યતા છે.”
કોરગી, વેલ્સ, ‘બિઝનેસીસ કે જે બીજી બાજુ આવશે તે મજબૂત બનશે’
તેમના લક્ઝરી મોજાં જે મહારાણી, પ્રિન્સ ચાર્લ્સ અને એ-લિસ્ટર જેવા કે ડેનિયલ રેડક્લિફ જેવા મોભાદાર લોકોના પગમાં શોભે છે, કોરગીએ ચોક્કસપણે વેલ્સમાં અને તેનાથી આગળ એક છાપ બનાવી છે. તેમ છતાં, યુકેના વિવિધ લોકડાઉન, રિટેલરની સૌથી વ્યસ્ત સિઝનને ખાઇ રહ્યું છે. કો-મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ જોન્સ કબૂલ કરે છે કે તેઓ અપેક્ષા રાખે છે કે બાબતો મુશ્કેલ બનશે.
અમ્મનફોર્ડ સ્થિત બિઝનેસ વિશે તે કહે છે કે “અમે ખૂબ સીઝનલ છીએ અને અમે સામાન્ય રીતે વસંત ઋતુમાં શાંત હોઇએ છીએ. પરંતુ ઘણી બધી દુકાનો [અમે સપ્લાય કરીએ છીએ] એમ કહી રહી છે કે તેમણે ગઇ વસંત ઋતુમાં ખરીદેલો સ્ટોક હવે લાવી રહ્યા છે, પરંતુ તેઓ બંધ હોવાથી જુના માલનું પણ વેચાણ કરી શક્યા નથી. અમે અપેક્ષા રાખીએ છીએ કે ઓર્ડરો સારી રીતે આવશે.
જોન્સ લગભગ 60 જેટલા કુશળ વર્કફોર્સની નિમણૂક કરે છે અને, જેમ અનિશ્ચિતતા આગળ વધે છે, તેમ તેમને નોકરીમાં રાખવા માટે તે ફર્લો યોજના પર આધાર રાખે છે – અને 128 વર્ષ જુનો ધંધો તરતો રહે છે.
તે કહે છે કે “તે એક મોટો તફાવત બનાવે છે. અમે થોડા સખત મહિનાઓનો સામનો કરી રહ્યા છીએ, તેથી આ ફર્લોવાળા પૈસા મળવાનો અર્થ છે કે અમે કોઈ (સ્ટાફ)ને જવા દેતા નથી. અન્યથા આપણે કુશળતા ગુમાવીશું અને અમને કોઈને ગુમાવવાનું પોસાય તેમ નથી.”
હકીકતમાં, પ્રારબ્ધ અને અંધકારને સબમિટ કરવાને બદલે, તે ભવિષ્ય માટે આત્મવિશ્વાસ અને મહત્વાકાંક્ષા અનુભવે છે.
તે કહે છે કે“માર્કેટના કેટલાક એવા અનટેપ્ડ વિસ્તારો છે કે જ્યા અમે જઈશું. હું ખરેખર હકારાત્મક અનુભવ કરું છું. લોકોને હંમેશાં મોજાંની જરૂર હોય છે અને જ્યારે તેઓ બહાર નીકળવાનું વધુ શરૂ કરે છે ત્યારે મને લાગે છે કે તેઓ તેમના કપડા વિશે વિચાર કરશે અને નવા મેળવશે. જે બિઝનેસીસ બીજી બાજુએ આવશે તે વધુ મજબૂત બનશે.”