બોરીસ જ્હોન્સનની સરકારને ઇયુ સાથેની બ્રેક્ઝિટ કેન્ટ્રેક્ટની કેટલીક બાબતોને ઓવરરાઈડ કરવાની સત્તા આપતા સૂચિત કાયદાએ હોઉસ ઓફ કોમન્સમાં તેનો પહેલી અવરોધ પસાર કરી દીધો છે. સાંસદોએ આ ઇન્ટરનલ માર્કેટ બિલ 340 મતોની બહુમતીથી સમર્થન આપ્યું હતું. જ્યારે તેના વિરોધમાં 263 મત આવ્યા હતા.
મિનીસ્ટર્સનું કહેવું છે કે જો ભવિષ્યના વેપાર સોદા અંગેની વાટાઘાટો તૂટી જાય તો તે નોર્ધર્ન આયર્લેન્ડ અને બાકીના યુકેના રક્ષણ માટેની મહત્વપૂર્ણ સલામતી ધરાવે છે. પરંતુ ઘણા ટોરી સાંસદો સહિત વિવેચકોએ ચેતવણી આપી છે કે તેનાથી આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ થતો હોવાથી યુકેને નુકસાન પહોંચાડે છે.
સોમવારની રાત્રે બે ટોરી સાંસદો સર રોજર ગેલ અને એન્ડ્ર્યુ પર્સીએ બિલની વિરુદ્ધ મત આપ્યો હતો જ્યારે વધુ 30 લોકોએ વિરોધ કર્યો હતો. જોકે તેમાંના કેટલાકના રાજકીય કારણો ન હોઈ શકે. કૉમન્સમાં સરકારની બહુમતી 80 સભ્યોની હોવા છતાં આ કાયદાની વિગતવાર ચકાસણી પ્રાપ્ત થતાં આગામી સપ્તાહમાં વધુ વિરોધ થઇ શકે છે.
ભૂતપૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદ સહિત ઘણા અગ્રણી કન્ઝર્વેટિવ્સ સભ્યો સોમવારે દૂર રહ્યા હતા અને તેમણે માંગ કરી છે કે જ્યાં સુધી તેમાં સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અંતિમ બિલને ટેકો આપી શકશે નહીં.
ભૂતપૂર્વ મિનીસ્ટર સર બોબ નીલની આગેવાની હેઠળના એક જૂથે સરકારની સત્તાનો ઉપયોગ કરવાની ક્ષમતા પર “સંસદીય લોક” માટે દબાણ કર્યું હતું. ડેઇલી ટેલિગ્રાફમાં લખતાં પૂર્વ કન્ઝર્વેટિવ નેતા લોર્ડ હેગને આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગ સામે ચેતવણી આપતાં કહ્યું હતું કે તે “વિદેશ નીતિની ગંભીર ભૂલ” હશે.
તા. 1 જાન્યુઆરીએ જ્યારે યુકે યુરોપિયન યુનિયનનું સીંગલ માર્કેટ અને કસ્ટમ્સ યુનિયન છોડશે ત્યારે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં માલ અને સેવાઓને મુક્તપણે વહેવા માટે સક્ષમ બનાવવા માટે આ બિલની રચના કરવામાં આવી છે.
ડાઉનિંગ સ્ટ્રીટની ગણતરી છે કે મોટાભાગના લોકો બ્રેક્ઝિટ પ્રક્રિયા વિશે વેસ્ટમિન્સ્ટરની ‘આર્ગી-બાર્ગી’ પર એટલું ધ્યાન આપશે નહીં.
વડા પ્રધાને દાવો કર્યો હતો કે ઇયુની હાલનો અભિગમ અતિશય તપાસ કરતો છે અને ગ્રેટ બ્રિટનથી નોર્ધન આયર્લેન્ડ તરફ જતા માલ પર ટેરિફ લાવી શકે છે. આ ખરડો યુકેની “આર્થિક અને રાજકીય અખંડિતતા” સુનિશ્ચિત કરશે અને આક્ષેપ કર્યો હતો કે યુરોપિયન યુનિયન દ્વારા વેપારની વાટાઘાટોમાં “લાભ મેળવવાની” અન્યાયી માંગણી કરાઇ છે.
મિનીસ્ટર્સે એમ પણ કહ્યું હતું કે માંગેલી સત્તાનો ઉપયોગ જો અન્ય કાયદાકીય માર્ગ ખલાસ થઈ ગયા હશે તો જ કરવામાં આવશે. સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે તે બિલ મહત્વપૂર્ણ છે જેને હાઉસ ઑફ લોર્ડ્સમાં સખત વિરોધનો સામનો કરવો પડે તેવી ધારણા છે જે વર્ષના અંત સુધીમાં કાયદો બનશે.