બ્રેક્ઝિટ વેપાર મંત્રણાઓ મુશ્કેલ તબક્કે છે અને જો ઇયુ સ્વીકારે છે કે બ્રિટન એક સાર્વભૌમ રાષ્ટ્ર છે, તો સફળતાની તક ફરી આવી રહી છે એમ બ્રિટિશ બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ શુક્રવારે તા 4ના રોજ સંકેત આપ્યો હતો.
બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ સ્કાય ટીવીને જણાવ્યું કે, ‘’અમે એક નિર્ણાયક તબક્કે છીએ. તે કહેવું વાજબી છે કે આપણે મુશ્કેલ તબક્કામાં છીએ, કેટલાક મુશ્કેલ મુદ્દાઓનું હજી નિરાકરણ લાવવાનું બાકી છે. આ પ્રક્રિયાની શરૂઆતથી જ અમે હંમેશાં કહ્યું છે કે યુકે એક સર્વભૌમ સ્વતંત્ર રાષ્ટ્ર છે તેવું યુરોપિયન યુનિયન માની લે તો જ ડીલ થઈ શકે છે. તે આધાર પર જ સોદો કરવામાં આવશે.”
તા. 31 ડિસેમ્બરે યુકે આખરે ઇયુમાંથી બહાર નીકળી જાય ત્યાં સુધીના ચાર અઠવાડિયાથી ઓછો સમય બાકી હોવાથી, બંને પક્ષો માછીમારી, રાજ્યની સહાય અને ભવિષ્યના કોઈ પણ વિવાદોને કેવી રીતે નિવારવા તે અંગે સમાધાન કરવા માટે હાકલ કરી રહ્યા છે. જેમ જેમ વાટાઘાટો વાયર તરફ જાય છે તેમ પ્રગતિની સંભાવના લપસી રહી છે પરંતુ તે હજી પણ શક્ય છે તેમ બ્રિટિશ સરકારના એક વરિષ્ઠ સૂત્રએ ગુરુવારે તા. 3ના રોજ કહ્યું હતું.
દરમિયાન, ફ્રેન્ચ યુરોપિયન બાબતોના મંત્રી ક્લેમેન્ટ બ્યુએને શુક્રવારે કહ્યું હતું કે જો કોઈ સારો સોદો થઈ શકતો નથી, તો ફ્રાંસ તેનો વીટો વાપરશે.
જો બંને પક્ષો કોઈ સોદો કરવામાં નિષ્ફળ જાય છે તો પાંચ વર્ષના બ્રેક્ઝિટ છૂટાછેડા અવ્યવસ્થામાં સમાપ્ત થઈ જશે અને બિઝનેસીસની હોલત કફોડી થશે. એક બ્રિટિશ સૂત્રએ જણાવ્યું કે, ઇયુએ અંતિમ ક્ષણે વધુ છૂટછાટ મેળવવાનો પ્રયાસ કરીને વાટાઘાટો ખોરવી દીધી હતી.