બ્રિટનના સાંસદો સોમવારે સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા કાયદા પર મતદાન કરશે જે મિનિસ્ટર્સને બ્રેક્ઝિટ પછીના કરારના કેટલાક હિસ્સા પર ફરીથી કામ કરવાની અથવા તે છોડવાની સત્તા આપશે. આ પગલાને EU દ્વારા “ગેરકાયદેસર” ઠેરવવામાં આવ્યું છે.
આ મહિનાની શરૂઆતમાં હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરાયેલ નોર્ધન આયર્લૅન્ડ પ્રોટોકોલ બિલ કેટલાક માલસામાનને ગ્રેટ બ્રિટનથી નોર્ધર્ન આયર્લૅન્ડ મોકલવાની વિધિ સરળ બનાવશે. જેની સરહદ EU સદસ્ય રિપબ્લિક આયર્લેન્ડને મળે છે. યુકેએ દાવો કર્યો છે કે પ્રોટોકોલ પ્રદેશમાં શાંતિને નબળી પાડી રહ્યું છે, ત્યારે EUએ આવા પગલા સામે કાનૂની પગલાં લેવાની ધમકી આપી છે. સોમવારે કોમન્સમાં ચર્ચા પછી, સાંસદો બિલ પર વધુ વિચારણા માટે આગળ વધવું કે કે કેમ તે અંગે મત આપે તેવી અપેક્ષા છે.
યુકેના ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે મતદાન પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ કાયદો પ્રોટોકોલ દ્વારા સર્જાયેલી સમસ્યાઓનું નિરાકરણ કરશે, તે સુનિશ્ચિત કરશે કે માલસામાન યુકેની અંદર મુક્તપણે વહી શકે છે. તે સખત સરહદને ટાળી શકે અને EU સિંગલ માર્કેટની સુરક્ષા કરી શકે છે. વાટાઘાટ દ્વારા ઉકેલ લાવવો તે અમારી પસંદગી છે અને રહેશે. પરંતુ EU પ્રોટોકોલને બદલવાનું ચાલુ રાખે છે જે નોર્ધર્ન આયર્લૅન્ડમાં સ્પષ્ટપણે ગંભીર સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. જેથી અમે આ કાર્ય કરવા માટે બંધાયેલા છીએ.”
વિપક્ષી લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે તેમની પાર્ટી કાયદાની વિરુદ્ધ મતદાન કરશે. વડા પ્રધાન જૉન્સનને પાર્ટીગેટ કૌભાંડ બાદ પોતાની કન્ઝર્વેટિવ બેકબેન્ચના વિરોધનો સામનો કરવો પડી શકે છે.
યુકેમાં ઇયુના રાજદૂત જોઆઓ વેલે ડી અલ્મેડાએ જણાવ્યું હતું કે ‘’યુકે સરકારનું પગલાથી કશું વળવાનું નથી. અમે તેનો ખૂબ જ કાળજીપૂર્વક અભ્યાસ કરી રહ્યા છીએ. તે ગેરકાયદેસર છે અને આંતરરાષ્ટ્રીય તેમજ EU કાયદાનું ઉલ્લંઘન છે.’’