બ્રીડન ગ્રુપે કંપનીના ઓર્ડિનરી શેર લંડન સ્ટોક એક્સ્ચેન્જ (LSE)ના મેઇન માર્કેટના પ્રીમિયમ લિસ્ટિંગ સેગમેન્ટમાં ખસેડવાની યોજનાની જાહેરાત કરી છે. હાલમાં કંપનીનો શેર ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ (AIM)માં ટ્રેડ થાય છે.
ઊંચી વૃદ્ધિ અને કેશ જનરેશન, મજબૂત કોર્પોરેટ ગવર્નન્સના ટ્રેક રેકોર્ડ અને વધુ વિસ્તરણ માટેની મહત્વાકાંક્ષી યોજના સાથે ડાયરેક્ટર્સ માને છે કે મેઇન માર્કેટ હવે આટલા મોટા વ્યાપ અને હેરિટેજ સાથેના ગ્રૂપ માટે લિસ્ટિંગની યોગ્ય તક ઓફર છે અને તેથી આગામી મહિનાઓમાં ઓફિશિયલ લિસ્ટના પ્રીમિયમ સેગમેન્ટમાં લિસ્ટિંગની યોજના છે.
ડાયરેક્ટર્સ માને છે કે મેઇન માર્કેટમાં લિસ્ટિંગથી બ્રીડનની કોર્પોરેટ પ્રોફાઇલ અને ઓળખમાં વધારો થશે. તેનાથી ઇન્ડેક્સ ટ્રેકર ફંડ્સ તથા ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુશનલ શેરહોલ્ડર્સને પણ ગ્રુપમાં રોકાણ કરવાની તક મળશે.
નિયમનકારી મંજૂરી અને શરતોને આધિન ચાલુ વર્ષના બીજા ક્વાર્ટર દરમિયાન આ લિસ્ટિંગની શક્યતા છે. આ પછી કંપનીનો શેર ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ (AIM)માં ટ્રેડ થશે નહીં. બ્રીડન જણાવે છે કે આ લિસ્ટિંગ સાથે તેનો ભંડોળ એકત્ર કરવાનો ઈરાદો નથી.
આ લિસ્ટિંગ પછી ડાયરેક્ટર્સ ઇંગ્લેન્ડમાં ન્યૂ બ્રીડન નામની નવી હોલ્ડિંગ કરવા સ્થાપવા માગે છે તથા ઇશ્યુમાં શેરની સંખ્યામાં ઘટાડો કરવા માટે શેર કોન્સોલિડેશન હાથ ધરશે. આ માટે કંપનીની જનરલ મીટિંગ બોલવામાં આવી હતી.
બ્રીડનના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અમિત ભાટિયા જણાવ્યું હતું કે AIMના સભ્ય બનવાથી અમને સારી સર્વિસ મળી છે. એક દાયકાથી વધુ સમયથી AIM માર્કેટ દ્વારા અમને વિવિધ અને સંલગ્ન રોકાણકારોનો લાભ મળ્યો છે. બ્રીડન જેવા ઉદ્યોગસાહસિક બિઝનેસની જરૂરિયાત સમજતી સપોર્ટિવ કમ્યુનિટીનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
2010માં બ્રીડન એસેટ્સ સૌપ્રધમવાર હસ્તગત કરાઈ હતી, ત્યારે કંપની આશરે 180 મિલિયન ટન ખનિજ અનામત અને સંસાધનોની માલિકી ધરાવતી હતી તથા ગ્રેટ બ્રિટનમાં 29 ક્વોરીનું સંચાલન કરતી હતી. આજે બ્રીડન પાસે એક બિલિયન ટનનો ખનિજ ભંડાર અને સંસાધનો છે તથા સમગ્ર ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડમાં 300થી વધુ સાઇટ્સનું સંચાલન કરે છે. હાલમાં કંપની £1.4 બિલિયનની આવક અને £235 મિલિયન EBITDAનું ધરાવે છે. તે 3,700 સાથીઓને રોજગાર અને તક પૂરી પાડે છે.