ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેન્સર રિસર્ચ અને રોયલ માર્સડન એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રારંભિક પરિણામો અનુસાર, સરળ બ્લડ ટેસ્ટથી એડવાન્સ્ડ સ્તન કેન્સરમાં આવનારા પરિવર્તનને ઓળખી શકાશે અને સ્ત્રીઓની ચોકસાઇથી સારવાર કરી શકાશે. આ સારવારમાં બાયોપ્સીની જરૂર પડશે નહિં. નોંધપાત્ર ક્લિનિકલ ટ્રાયલ પછી ટૂંક સમયમાં તેને એનએચએસમાં સારવાર માટે દાખલ કરવામાં આવશે.
નવીનતમ પ્લાઝ્મામેચના ટ્રાયલે અત્યાર સુધીના સૌથી મજબૂત પુરાવા પૂરા પાડ્યા છે જે લિક્વિડ બાયોપ્સી તરીકે ઓળખાતા સરળ બલ્ડ ટેસ્ટ થકી સ્તન કેન્સરના વિકાસને ટ્રેક કરી શકે છે, અને દર્દીઓને સૌથી અસરકારક સારવાર તરફ દોરી જાય છે. સંશોધનકારો કહે છે કે હવે આ ટેસ્ટ એનએચએસના દર્દીઓ પર કરવાની મંજૂરી આપવામાં આવે તેટલો વિશ્વસનીય છે અને રૂટિન ઉપયોગ માટે મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. તેમ છતાં મંજૂરી પ્રક્રિયામાં મહિનાઓ અથવા વર્ષોનો સમય લાગી શકે છે, પણ આ પરીક્ષણ એનએચએસ માટે એક પ્રગતિરૂપ હશે અને કેન્સરની સંભાળ અને દવાઓ પ્રાપ્ત કરવા માટે મદદ કરશે.
ટ્રાયલ દરમિયાન વૈજ્ઞાનિકોએ સ્તન કેન્સર ધરાવતી 1,000થી વધુ મહિલાઓના લોહીના નમૂનાઓનું વિશ્લેષણ કર્યું હતું. સંશોધનકારોએ HER2, AKT1 અને ESR1 નામના જનીનોમાં ત્રણ લક્ષ્યપૂર્ણ ખામી તરફ ધ્યાન આપ્યું, જે સ્તન કેન્સરનું કારણ બને છે. આ પરિવર્તનની સાથે કુલ 142 મહિલાઓને પ્રાયોગિક દવાઓ આપવામાં આવી હતી જે તેમના કેન્સરની વિશિષ્ટ લાક્ષણિકતાઓને લક્ષ્યમાં રાખે છે. જ્યારે દર્દીઓના ટીસ્યુઓના નમૂનાઓની વિરુદ્ધ લિક્વીડ બાયોપ્સીના પરિણામોની તપાસ કરવામાં આવી હતી, ત્યારે 93 ટકા કેસોમાં આ તારણો સાચા હતા અને નિયમિત સંભાળમાં તે લાગુ કરવા માટે પૂરતા સચોટ હતા.