બ્રાઝિલમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક શનિવારે 500,000ને વટાવી ગયો હતો. આની સાથે નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે વેક્સિનેશનમાં વિલંબ અને સોસિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો અમલ કરવાના સરકારના ઇનકારને કારણે આ મહામારીની વધુ નિરંકુશ બની શકે છે. બ્રાઝિલમાં હજુ માત્ર 11 ટકા લોકોને વેક્સીન મળી છે.
આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં કોરોનાના 17,883,750 કેસમાંથી 500,800 લોકોના મોત થયો છે. અમેરિકા પછી વિશ્વના કોઇપણ દેશ કરતાં આ સૌથી વધુ મોત છે. ગયા સપ્તાહે બ્રાઝિલમાં સરેરાશ દૈનિક 2,000ના મોત થયા હતા.